SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ જાત સાથે છેતરામણ દશવૈકાલિક સૂત્રમાં ‘અતિંતિણે’ (૯/૪/૫) વિશેષણ દ્વારા સાધુની એક આગવી વિશેષતા ઉપર ભાર મુકેલ છે. સાધુનો સ્વભાવ બળતણિયો ન હોય. વાતે વાતમાં ઓછું લાગે-ખોટું લાગે તે બળતણિયો સ્વભાવ કહેવાય. આપણા કરતાં વધારે તકલીફવાળા જીવો નજર સામે રાખીએ તો વાતેવાતમાં ઓછું ન લાગે. સમાધિ મેળવવાનો સરળ માર્ગ એ છે કે આપણા કરતાં વધુ તકલીફવાળા જીવોને નજર સામે રાખવા. બાહ્ય નુકશાનીની - બગાડાની ભરપાઈ બીજી ચીજ દ્વારા થઈ શકે છે. પરંતુ મનના પરિણામના બગાડાની નુકશાનીની ભરપાઈ ક્યારેય થઈ ન શકે. બાહ્ય નુકશાની અટકાવવા આપણે કદાચ પરાધીન હોઈ શકીએ. મનના બગાડાને અટકાવવા તો આપણે સ્વાધીન છીએ. સ્વાધીન બાબતમાં ઉપેક્ષા કરીએ એ એક જાતની આપણી જાત સાથેની છેતરપિંડી છે. (૧) કમ સે કમ એટલું તો નક્કી કરવું જ જોઈએ કે ખાવા - પીવાની બાબતમાં, ઉપકરણના વિષયમાં અને જગ્યાની બાબતમાં મનને ક્યારેય ઓછું આવવા ન દેવું. સાધકની આ જઘન્ય કક્ષા છે. (૨) માન સન્માનની બાબતમાં ક્યારેય ઓછું ન લાગે - તે સાધકની મધ્યમ કક્ષા છે. (૩) બુદ્ધિ, લબ્ધિ, શક્તિ, સિદ્ધિ, પુણ્ય, પ્રભાવની બાબતમાં ક્યારેય ઓછું ન લાગે તે ઉત્તમ કક્ષા. (૧) જઘન્ય કક્ષાવાળો દેહાધ્યાસથી ઉપર આવેલ છે. (૨) મધ્યમ કક્ષાવાળો નામાધ્યાસથી ઉપર આવેલ છે. (૩) ઉત્તમ કક્ષાવાળો કર્માધ્યાસથી ઉપર આવીને આત્મામાં જ લયલીન બનેલ છે. ગોચરી-પાણી-ઉપકરણો-જગ્યા વગેરેની બાબતમાં ઓછું લાગે તે દેહાધ્યાસની કનિષ્ઠ ભૂમિકા છે. દેહાધ્યાસમાં અટવાય તે નિયમા ૧૩૨
SR No.007267
Book TitleSanyamina Kanma Dilma Sapnama Rome Romma Vyavaharma
Original Sutra AuthorN/A
AuthorYashovijay Gani
PublisherDivyadarshan Trust
Publication Year2011
Total Pages538
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy