________________
આપી તે સારુ કર્યું, શાસનનું આંશિક ઋણ આને દીક્ષા આપવાથી ઉતરશે' આવો ગુરુને વિચાર પોતાને જોઈને આવે તો ગુરુના
ભાવને સાંધ્યા કહેવાય.
(III) બીજાની આરાધનાની (૧) ઉપબૃહણા કરી તેનો ઉત્સાહ વધારે, વાત્સલ્ય દ્વારા બીજાનું (૨) સ્થિરીકરણ કરે, (૩) બીજાને આરાધનામાં સહાય કરે, (૪) બીજાના અંતરાય-વિક્ષેપને દૂર કરે. (૫) અન્યને આરાધનામાં જરૂરી ઉપકરણ-સામગ્રી-સમજણ વગેરે આપે. (૬) નિઃસ્વાર્થ ભાવે અધ્યાપન કરાવે, (૭) ગ્લાન, વૃદ્ધ, તપસ્વી વગેરેની વૈયાવચ્ચ કરે તો બીજાના ભાવને સાંધ્યા કહેવાય.
આ ત્રણ પ્રકારે જે ભાવને સાંધે તેનો ચોક્કસ ત્રીજા ભવે મોક્ષ થાય. દીક્ષા લીધા પછી ક્યારેય ભાવને તોડનારમાં નંબર ન આવે તેની સાવધાની રાખી આપણા, ગુરુના અને બીજાના આરાધનાના ભાવને ઉમંગને વધારીએ તો સંયમજીવન સફળ બને. બાકી અનંતા ઓઘામાં વધારો થાય. માટે આ સાવધાની રાખીને સંયમજીવન પાળી પરમપદને નિકટ બનાવીએ એ જ એક મંગલ કામના...
-
લખી રાખો ડાયરીમાં...
શરીરના પાંચ કલંક- (૧) અપવિત્ર,
(૨) બંધનરૂપ, (૩) અનિત્ય, (૪) દગાખોર, (૫) આત્મબુદ્ધિના ભ્રમનું નિમિત્ત.
આરાધનાના પાંચ બાધક તત્ત્વ
(૧) આળસ, (૨) અનુત્સાહ, (૩) અનુપયોગ, (૪) અનાદર, (૫) અવિધિ.
१3१