________________
કાગને નહિ, ભાવને સાંધો.
દશવૈકાલિકજીમાં નવમા અધ્યયનના છેડે સાધુ માટે “ભાવ સંધએ” વિશેષણ વાપરેલ છે. તેના દ્વારા એક બહુ જ માર્મિક વાત કરેલી છે. જે ભાવને સાંધે તે મોક્ષની નજીક અને જે ભાવને તોડે તે મોક્ષથી દૂર. પ્રતિજ્ઞા લીધા પછી, સંકલ્પ કર્યા પછી આરાધનાના માર્ગે આગળ વધતાં (૧) થોડી-ઘણી પ્રતિકૂળતા આવે અને આપણા ભાવ તૂટે તો આપણે મોક્ષથી દૂર છીએ. નિયમ લીધા પછી (૨) પસ્તાવો થાય (૩) મોટું પડી જાય, (૪) ઉત્સાહ ઉતરી જાય, (૫) નિયમ ભાંગવાનું મન થાય, (૬) નિયમમાં છૂટછાટ લેવાનું મન થાય, (૭) બીજાના કડવા શબ્દ સાંભળી મન ખિન્ન થાય, (૮) અભિગ્રહ ક્યારે પૂરો થાય ? તેની ઇંતેજારી જાગે, (૯) પારણાની ઉત્સુકતા આવે, (૧૦) જે ગ્રંથ ભણીએ તે ક્યારે પૂરો થશે ? તેની કુતૂહલતા- આ બધા ચિહ્નો પોતાના આરાધભાવને તોડવાના છે. આ રીતે સ્વયં પોતાના ભાવ તોડે અને હિતશિક્ષા-પ્રેરણા આપવાનો ગુનો ભાવ તોડે, પોતાના વિચિત્ર વ્યવહારથી “આને ક્યાં દીક્ષા આપી ?” એવો ગુરુને વિચાર જગાડે, બીજાનો આરાધનાનો ભાવ તોડે, બીજાને આરાધનામાં વિક્ષેપ કરે તો તે બધા મોલથી દૂર જવાના લક્ષણ જાણવા.
આનાથી ઊલટું (1) ગમે તેવી કફોડી સ્થિતિમાં પણ પોતાનો જુનો આરાધકભાવ ટકાવે, વધારે મજબૂત કરે, મુશ્કેલીમાં પણ નવી નવી આરાધનાના કોડ કરે, પસ્તાવો ન કરે, આરાધનાની અનુમોદના કરે, પ્રતિજ્ઞા પૂરી થયા પછી પણ નવી પ્રતિજ્ઞા લે, છૂટછાટ ન લે, ઠપકો સાંભળી ભૂલ સુધારે, મન ખિન્ન ન કરે તો પોતાના ભાવને સાંધનાર બને.
(I) શિષ્યની આવી ઊંચી ભૂમિકા દેખી ગુરુને પણ હિતશિક્ષા - ગ્રહણશિક્ષા, આસેવનશિક્ષા આપવાનો ઉત્સાહ વધે. “આને દીક્ષા
૧૩૦