________________
કાળી માટી વરસાદને ખેંચી લાવે તેમ ઉત્તમકક્ષાના શિષ્યો ગુરુને વરસવા માટે નિમિત્ત બને છે. સામે ચાલીને આવા શિષ્યો ઉપર ગુરુ વરસવા તલસતા હોય છે. આ શિષ્યોનું સૌભાગ્ય અત્યુત્તમ બને છે. ગુરુની પ્રત્યેક હિતશિક્ષાને જીવનમાં ઉતારવી તે જ સાચું ગુરુબહુમાન છે.
ઉત્તમ કક્ષાના શિષ્ય ઉપર ગુરુ ન વરસે તો ગુરુ ગુનેગાર બને અને જઘન્ય કક્ષાના શિષ્ય ઉપર ગુરુ વરસી પડે તો ય ગુરુ ગુનેગાર બને. વાસ્તવમાં તો ઉત્તમ કક્ષાના શિષ્ય ઉપર સહજ ભાવે ગુરુકૃપા નિરંતર વરસતી જ હોય છે. વ્યવહારનયથી ગુરુ શિષ્ય ઉપર કૃપા વરસાવે. નિશ્ચયનયથી તો શિષ્ય સ્વયં સ્વપુરુષાર્થથી સ્વયોગ્યતાથી ગુર્વાજ્ઞાપાલનથી ગુરુકૃપા મેળવે છે. જેટલા અંશે ગુરુની ઈચ્છા, આજ્ઞાનું ઉત્સાહપૂર્વક પાલન કરીએ તેટલા અંશે ગુરુકૃપા પ્રાપ્ત થાય. આ સત્ય હકીકતને ખ્યાલમાં રાખીને ગુરુની આજ્ઞા, ઈચ્છા મુજબ સંયમજીવન પાળી વહેલા પરમપદ પ્રાપ્ત કરો એ જ મંગલકામના...
(લખી રાખો ડાયરીમાં...) સમજણનો અભાવ, વૈરાગ્યની ખામી અને સત્ત્વની કચાશ હોય તે દીક્ષા સારી રીતે પાળી ન શકે. મોક્ષમાર્ગ = સંયમ જીવન માર્ગદર્શક = સદ્ગુરુ. માર્ગમાં શીતળ છાયા દેનાર વૃક્ષ = સુવિહિત સમુદાય. માર્ગમાં મીઠા ઝરણા = કલ્યાણમિત્ર. આ ચાર ચીજ મળે પછી પણ મોક્ષની નજક ન પહોંચે તે કરુણાપાત્ર છે.
- ૧૨૯
| ૧૨૯