________________
શિષ્યની ત્રણ કિલ_ શાસ્ત્રમાં શિષ્યને અનેક ઉપમા આપેલી છે. ૩ કક્ષાના શિષ્યને સમજવા ૩ ઉદાહરણને આજે સમજીએ. (૧) પર્વત જેવા શિષ્ય એ કનિષ્ઠ કક્ષાના જાણવા. જેમ પર્વત
ઉપર વરસાદ પડે છતાં પર્વત પલળે નહિ, પાણીનો સંગ્રહ કરે નહિ. પાણીને પોતાનામાં ઉતારે નહિ. તેમ જે શિષ્ય ઉપર ગુરુની હિતશિક્ષા, ગ્રહણશિક્ષા અને આસેવનશિક્ષા વરસે છતાં શિષ્ય પલળે નહિ, હિતશિક્ષા વગેરેને ગ્રહણ ન કરે, જીવનમાં ઉતારે નહિ તો પર્વતતુલ્ય જઘન્યકક્ષાના શિષ્ય સમજવા. જેમ પર્વતમાં અંદર પાણી ન ઘુસે તેમ શિષ્યના હૃદયમાં ગુરુની વાણી ઘૂસે નહિ તો પર્વતસમાન
જઘન્યકક્ષાના શિષ્ય સમજવા. (૨) રેતી જેવા શિષ્ય એ મધ્યમ કક્ષાના શિષ્ય. વરસાદથી રેતી
ભીની થાય પણ રેતાળ જમીનમાં વિશિષ્ટ પાક ન ઉગે તેમ ગુરુવાણીથી જે શિષ્ય ગદ થાય, વાચના – હિતશિક્ષા વગેરે દ્વારા જે પલળી જાય. પરંતુ હિતશિક્ષા વગેરેને જીવનમાં ન ઉતારે, આચરણમાં ન વણે તે રેતતુલ્ય મધ્યમકક્ષાવાળા
શિષ્ય. (૩) કાળી ફળદ્રુપ માટી જેવા શિષ્ય એ ઉત્તમકક્ષાના જાણવા.
કાળી માટી વરસાદથી પલળે, પોચી થાય, પાણીનો સંગ્રહ કરે, જલમય બને અને વિશિષ્ટ પાક પણ તેમાં ઉગે. તેમ જે શિષ્ય ગુરુની ગ્રહણશિક્ષા – આસેવનશિક્ષાથી પલળે, કુણા હૃદયવાળો બને, હિતશિક્ષાને યાદ રાખે, તેનાથી ભાવિત થાય અને જીવનમાં અવસરે હિતશિક્ષાદિનો અમલ કરે અને વિશિષ્ટકક્ષાના ગુણોથી સંપન્ન બને તે શિષ્ય ઉત્તમ જાણવા.
૧૨૮