________________
બંધાય. દા.ત. ગુરુ ભણવાની આજ્ઞા કરે અને ન ભણીએ તો ભણવાનો ઉત્સાહ ન જાગે. પુસ્તક, વિદ્યાગુરુ વગેરે ભણવાની સામગ્રી ન મળે, ભણતી વખતે ઊંઘ આવે, માંદગી આવે, ભણવાના સમયે કોઈક મળવા આવે, ભણવાના અવસરે બીજા કામ આવી પડે, ભણવાના અંતરાય બંધાય. તથા ભણવાની બાબતમાં ગુર્વાજ્ઞાની અવગણના ઉગ્રતાથી કરીએ તો જ્ઞાનની સાથે તપ, સંયમ, વૈયાવચ્ચ વગેરેના પણ ચીકણા અંતરાય બંધાય. માટે ઉત્તમ શિષ્ય બનવાના લક્ષ સાથે જીવન જીવવું. પરંતુ ૪ થી કે પાંચમા નંબરમાં ક્યારેય ન પહોંચી જઈએ તેની કાયમ સાવધાની રાખવી.
તે માટે ગુરુની વાણીમાં, દેહમાં, વ્યવહારમાં, સ્પર્શમાં, નજરમાં પવિત્રતાના દર્શન કરવા. ગુરુવાણી જેમ પાવન કરે તેમ ગુરુની નજર પણ પાવન કરે. સદા ગુરુની નજરમાં રહેવાય તેવી જગ્યાએ બેસવું. ગુરુની દૃષ્ટિથી પવિત્ર થયેલ વિગઈવાળી ગોચરી પણ વિકાર પેદા ન કરે, ગુસદષ્ટ ગોચરી આરાધનાના ઉત્સાહમાં
છાળો લાવે. ગુરુની નજર પડ્યા વિનાની ગોચરી વાપરવામાં કદાચ નુકશાન પણ થાય. માટે આપણા પાત્રામાં આવેલ ગોચરી ગુરુદેવને બતાવીને વાપરવી. ગુરુદેવમાં આવી ઉત્તમ ભાવના રાખીએ તો બ્રહ્મચર્ય વિશુદ્ધ રીતે પળાય. સંયમપાલનમાં પ્રસન્નતા વધે. તાત્ત્વિક ગુરુકૃપા ઉત્તમ શિષ્યમાં જ ઉતરે. ગુરુની આજ્ઞા અને ઈચ્છા મુજબ જીવન બનાવવા કટિબદ્ધ બનવું, તેવી જાગૃતિ કેળવવી એ જ સાચી ગુરુકૃપા છે. આવી ગુરુકૃપા પામી વહેલા પરમપદને પામો એ જ મંગલ કામના.
લખી રાખો ડાયરીમાં.... અધિકરણની મૂછ ગૃહસ્થનો સંસાર વધારે. ઉપકરણની મૂછ સાધુનો સંસાર વધારે.
[૧૨૭