________________
કર્યા બાદ ગુરુ શિષ્યને વાત્સલ્ય, ઉપબૃહણા, પ્રોત્સાહન, પ્રેમ, લાગણી પણ અવસરે બતાવે. કેમ કે શિષ્યનું હિત, આત્મકલ્યાણ ગુરુના હૈયે વસેલું હોય છે. ચાબુક મારવાની પાછળ ઘોડાને મારી નાખવાનો આશય માલિકનો ન જ હોય તેમ કડકાઈ, લાલ આંખ કરવાની પાછળ શિષ્યનો ઉત્સાહ ખતમ કરવાનો, સંયમપરિણતિથી ભ્રષ્ટ કરવાનો, શિષ્યને ઘર ભેગો કરવાનો કે શિષ્ય ઉપર અધિકારવૃત્તિ જમાવવાનો આશય સદ્ગુરુનો ન જ હોય. સિંહ, વાઘ, વરુથી ઘોડાનું રક્ષણ પણ માલિક જ કરે. તેમ વિષય, કષાય, વાસના, લાલસા, સંજ્ઞા વગેરે દોષોથી શિષ્યનું રક્ષણ પણ ગુરુ જ કરે. આ બધી હકીકત જો સ્પષ્ટ થાય તો ગુરુ પ્રત્યે સદ્ભાવ ઉછળતો જાય. પછી કોઈ પણ સંયોગમાં ગુરુની અવગણના ન થાય. તમામ કાર્ય કરતાં પૂર્વે ગુરુની ઈચ્છા શું છે ? એ જાણવાની તમન્ના અને એ મુજબ જીવન બનાવવાનો સંકલ્પ ઊભો થાય.
પાંચ પ્રકારની ભૂમિકા શિષ્યની હોય. (૧) વાચના વગેરેના માધ્યમથી ગુરુની ઈચ્છા જાણીને તે મુજબ જીવન બનાવે તે શિષ્ય ઉત્તમ. (૨) ગુરુના ઉત્તમ જીવનને આદર્શ રાખીને આચારસંબંધી ગુરુનો વારસો જીવનમાં ઉતારે તે શિષ્ય મધ્યમ. (૩) ગુરુની આજ્ઞા મુજબ જીવન જીવે, ગુરુ જેટલી આજ્ઞા કરે તે પ્રસન્નતાથી પાળે તે શિષ્ય જઘન્ય. (૪) ગુરુની આજ્ઞા સાંભળી મન બગાડીને આજ્ઞા પાળે તે અધમ શિષ્ય. (૫) ગુરુની આજ્ઞા સાંભળવા, સમજવા છતાં તેને પાળે જ નહિ અને ગુરુની સામે દલીલ, ચર્ચા, બળવો, અવગણના, આશાતના વગેરે કરે તે શિષ્ય અધમાધમ.
જે બાબતમાં ગુર્વાશાની અવગણના, ઉપેક્ષા, અનાદર કરીએ તે યોગને આરાધવાની શક્તિ, યોગ્યતા, ક્ષયોપશમ વગેરે ખતમ થાય છે. તે યોગને આરાધવાના બાહ્ય સંયોગ, નિમિત્ત, સામગ્રી મેળવવાના પણ ચીકણા અંતરાય બંધાય. ગુર્વાશાની અવગણના ઉત્કૃષ્ટ હોય તો સર્વ યોગની આરાધના કરવામાં ચીકણાં અંતરાય
૧૨૬