________________
પૂર્વકની પ્રાર્થના શિષ્ય અવાર-નવાર ગુરુને કરે એમ દશવૈકાલિક સૂત્રના ૯માં અધ્યયનના ચોથા ઉદ્દેશામાં વાત તાત્પર્યતઃ કરેલી છે.
માત્ર હિતશિક્ષાને નહિ પણ ગુરુના ઠપકાને જે સતત પ્રેમથી ઝંખે તે સાચો શિષ્ય. ગુરુનો ઠપકો અસહ્ય લાગે તે શિષ્ય સંયમને પ્રસન્નતાપૂર્વક પાળી ના શકે, ગુરુકૃપા મેળવી ના શકે. ગુરુ પાસેથી સ્વપ્રશંસા સાંભળવાની ભૂખના લીધે ગુરુના કડક શબ્દ કે ઠપકો અસહ્ય બનવાની ભૂમિકાએ પહોંચે છે. માટે ગુરુ પાસેથી મીઠી પ્રશંસા સાંભળવાની અપેક્ષાને ઉભી જ ન થવા દેવી.
ગમે તેટલો, ગમે ત્યારે, ગમે ત્યાં, ગમે તેની હાજરીમાં આપણને ઠપકો આપતાં ગુરુને લેશ પણ સંકોચ ન થાય તો સમજવું કે તીર્થકરમાન્ય સાચું શિષ્યત્વ આપણામાં પ્રગટ થયું છે. આવું થાય તો જ ગુરુકૃપા પ્રાપ્ત થાય અને આવી ગુરુકૃપા મળે તો જ મોક્ષ નજીક આવે. આ વાત ગચ્છાચાર પન્નામાં વિસ્તારથી જણાવેલ છે.
સંયમજીવનમાં એક મહત્ત્વની વાત સમજવાની છે અને તે એ કે શિષ્ય = ઘોડો, ગુરુ = ઘોડેસવાર, વાચના = લગામ અને કડકાઈ = ચાબક. લગામથી ઘોડો વ્યવસ્થિત ચાલે તો માલિક ક્યારેય ચાબુક ન મારે. વગર કારણે ઘોડાને ચાબુક મારવાનું માલિકને પસંદ ન હોય. તેમ વાચના, હિતશિક્ષા, આલંબન, પ્રેરણા, પ્રોત્સાહન વગેરેના માધ્યમથી શિષ્ય જો વ્યવસ્થિત આરાધના કરે તો ગુરુ કડકાઈ કે આક્રોશ ન કરે, કડવો ઠપકો વગેરે ન આપે. વગર કારણે શિષ્ય ઉપર આક્રોશ કરવો, ઠપકો આપવો એ સાચા ગુરુને પસંદ ન જ હોય. ચાબુકનો ઉપયોગ ખાનદાન ઘોડેસવાર કચવાતા મનથી કરે તેમ પાપભીરુ હોવાથી ગુરુ કડકાઈ, આક્રોશ વગેરે શિષ્ય ઉપર દુભાતા મનથી કરે.
માલિક ચાબુક મારે અને લીલા ચણા-ગોળ પણ અવસરે ખવડાવે, વહાલથી પંપાળે. તેમ જરૂર પડે કડકાઈ, લાલ આંખ
- ૧૨૫ –