________________
મણિના સંબંધની ઓળખાણ
આજે ગુરુ શિષ્યના આંતરિક સંબંધની વાત કરવી છે. નિઃસ્વાર્થભાવે શિષ્યના સ્થાયી આત્મકલ્યાણને ઈચ્છે છે અને તેની યોગ્યતા મુજબ તેને આત્મહિતના તાત્ત્વિક માર્ગે યોગ્ય ઉપાયો દ્વારા પ્રેમથી આગળ વધારે તે સાચા આત્મજ્ઞાની ગુરુ. આવા ગુરુને સદા માટે બિનશરતી રીતે સંપૂર્ણપણે સમર્પિત હોય, ગુરુની આજ્ઞાને-ઈચ્છાને પાળવા જે તત્પર હોય, પોતાના તમામ દોષની ગુરુ પાસે મુક્ત મનથી કબુલાત કરી જાતને સુધારવાનો પ્રામાણિક પ્રયત્ન કરે તે સાચો શિષ્ય. બન્ને પક્ષે કર્તવ્યપરાયણતા મુખ્ય હોય, અધિકારવૃત્તિ બિલકુલ ના હોય. આવું ગુરુત્વ કે શિષ્યત્વ જ્યાં છે ત્યાં જિનશાસન જીવતું જાગતું છે.
શિષ્યની ભૂલ ન હોવા છતાં પણ ગુરુ શિષ્યને કડક ઠપકો આપે તો પણ ગુરુ પ્રત્યે અણગમો સાચા શિષ્યના હૃદયમાં ન થાય. ખોટા ઠપકાને પણ શિષ્ય પ્રેમથી સ્વીકારે પણ પોતાનો બચાવ, ચર્ચા, દલીલ કે ખુલાસો કરીને ગુરુને ખોટા ન પાડે.
ગુરુ ઠપકો આપવાની બાબતમાં વ્યવહારદષ્ટિએ કદાચ ખોટા હોય છતાં તેને સાચા બનાવે - બતાવે તે શિષ્ય ઉત્તમ. ગુરુ સાચા હોય અને તેને સાચા બનાવે - બતાવે તે શિષ્ય મધ્યમ. ગુરુ સાચા હોવા છતાં તેને ખોટા પાડે તે શિષ્યની અધમ કક્ષા. ગુરુ ઠપકો આપે ત્યારે બચાવ, દલીલ, ચર્ચા કે ખુલાસો કરીએ તેમાં ગુરુને ખોટા પાડવાનું કામ થાય. આવું ન થાય તેની સાવધાની રાખવી.
ક્યારેય પણ ગુરુ ઠપકો આપે ત્યારે હાથ જોડી, ગુરુની આંખ સામે નજર રાખી, પ્રસન્નતાપૂર્વક પૂરેપૂરો ઠપકો સાંભળવો એ સમર્પણભાવની નિશાની છે. “મારી ભૂલચૂક થતી હોય તો નિઃસંકોચ જણાવશો. જેથી મારું આત્મહિત થાય' આવી આજીજી
૧૨૪