________________
છુટી જાય. સાધુના સદ્ગુણ આવે એટલે દુર્ગુણ, ક્રોધાદિ વિરાધકભાવો, પાપના અનુબંધો, ક્લિષ્ટ ચિત્તપરિણતિઓ દૂર થાય.
આપણો સાધુવેશ બીજાને પુણ્ય બંધાવે, આપણો સાધ્વાચાર આપણને પણ પુણ્ય બંધાવે. જ્યારે ભાવ સંયમના સદ્ગુણો તો સાનુબંધ સકામ સુદૃઢ કર્મનિર્જરા કરાવે.
આપણો સાધુવેશ બીજાને સદ્ગતિ આપે. આપણો સાધ્વાચાર આપણને સદ્ગતિ આપે. સંયમના સદ્ગુણ આપણને પરમતિ આપે.
બાલ જીવ પાસે પણ સાધુવેશ હોઈ શકે. મધ્યમકક્ષાવાળા જીવ પાસે સાધ્વાચાર હોય. જ્યારે સાધુનો સદ્ગુણવૈભવ તો પંડિતકક્ષા ઉત્તમ કક્ષાવાળા જીવ પાસે જ હોય.
કેવળ સાધુવેશ ક્યારેક વ્યામોહ સંમોહ પણ પેદા કરી દે. “હું સાધુ સંયમી થઈ ગયો” એવો ભ્રમ પણ પેદા કરી દે. કેવળ સાધ્વાચાર ઈર્ષ્યા કે સ્પર્ધા વગેરેમાં ઉતારી સંઘર્ષ પણ પેદા કરે. જ્યારે સાધુનો સદ્ગુણવૈભવ રી-એક્શનલેસ છે. તે કોઈ પણ જાતની વિકૃતિ-ખોડખાંપણ લાવે નહિ. આ બાબત લક્ષમાં રાખી ઉત્તમકક્ષાને પ્રાપ્ત કરજો એ જ મંગલ કામના...
લખી રાખો ડાયરીમાં...
શ્રેષ્ઠ ઘોડાને ચાબુક મારવાની જરૂરી નથી. ઉત્તમ શિષ્યને ઠપકો-કડક હિતશિક્ષા દેવાની જરૂર નથી.
ભગવાનથી વિભક્ત ન થાય તે સાચો ભક્ત. · ગૃહવાસ, શક્તિવાસ અને દેહવાસ છોડે તે સાચો
સંયમી.
•
૧૨૩