________________
વે, વર્તન, વલવાની વાતો.
કેવળ કપડાથી સંયમી હોય તે જઘન્ય કક્ષા કહેવાય. આચારથી સંયમી હોય તે મધ્યમ કક્ષા. ગુણથી પણ સંયમી હોય તે ઉત્કૃષ્ટ કક્ષા. સાધુવેશ આવ્યા પછી આચાર આવે, સાધ્વાચાર આવે તો સંયમના કપડાં સાર્થક બને. સાધ્વાચાર આવ્યા પછી સંયમીના ગુણ આવે તો સાધ્વાચાર સાર્થક બને. સાધુનો વેશ કદાચ પુણ્યથી મળે. આચાર પુરુષાર્થથી મળે. જ્યારે ગુણ તો આત્મપરિણતિથી સંયમપરિણતિથી જ મળે. પુણ્યથી મળેલ સાધુવેશ, પુણ્યપ્રભાવથી કદાચ સગવડ આપે. પુરુષાર્થથી મળેલ આચાર અધ્યાત્મજગતમાં સલામતી આપે, આચારભ્રષ્ટ કે સંયમભ્રષ્ટ થવા ન દે. આત્મપરિણતિથી મળેલ ગુણ તો ચિરસ્થાયી સમાધિ અને મોક્ષ આપવાનું કામ કરે.
સંયમવેશ એ દુકાનના સ્થાને છે. સાધ્વાચાર એ ધંધાના સ્થાને છે, વકરાના સ્થાને છે, ઘરાકીતુલ્ય છે. જ્યારે સંયમના સદ્ગુણ એ નફાના સ્થાને છે. દુકાનદાર ધંધાના માધ્યમથી નફાને મેળવવાનું લક્ષ રાખે તેમ સંયમવેશધારક સાધ્વાચારના માધ્યમથી સણને મેળવવાનું લક્ષ્ય રાખે.
સાધુવેશ એ અલ્પવિરામ છે, સાધ્વાચાર એ અર્ધવિરામ છે અને સદ્દગુણ સમૃદ્ધિ એ પૂર્ણવિરામ છે. દુકાન ન માંડે, ધંધો ન કરે તો નફો ન થાય. તેમ સાધુવેશ ધારણ ન કરે, સાધ્વાચારને ભાંગે તેને સદ્ગુણસમૃદ્ધિ પ્રાપ્ત ન થાય. સાધુવેશ આવે એટલે અનાયતનનો ત્યાગ થાય. દુકાન, ઘર, સ્વજન, ધંધો, નોકરી, હોટલ, ક્લબ, ફરવાના કે મોજ-મજાના સ્થળ વગેરે અનાયતન કહેવાય. આપણને સંયમવેશ મળવા માત્રથી અનાયતનનો ત્યાગ સહજ રીતે થઈ ગયો. સાધ્વાચાર આવે એટલે દુરાચાર, વ્યભિચાર, અનાચાર, ભ્રષ્ટાચાર વગેરે રવાના થાય; હિંસાદિ વિરાધનાઓ
૧રર