________________
(૮) વિદ્વાન પ્રભુની સામે હોય છે. પંડિત પ્રાયઃ પ્રભુની સમીપ હોય છે. જ્યારે જ્ઞાની તો પ્રભુમય હોય છે.
(૯) વિદ્વાન ઘણીવાર દયાપાત્ર બને છે. પંડિત પ્રભુની કરુણાને પાત્ર છે. જ્ઞાની પ્રભુની કૃપાનું પાત્ર છે.
(૧૦) વિદ્વાન બુદ્ધિથી શાસ્ત્રને પકડે છે. પંડિત પ્રજ્ઞાથી શાસ્ત્રને સર્જે છે. જ્ઞાની તો સ્વયં જ જીવંત શાસ્ત્રદર્પણ છે.
(૧૧) વિદ્વાન ઘણીવાર બીજા સાથે સ્પર્ધા કરે છે. પંડિત બીજાને સહાય કરે છે. જ્ઞાની બીજાને સ્વાનુભૂતિ તરફ દોરે છે.
(૧૨) વિદ્વાન પાસે શેય અર્થની માહિતી પુષ્કળ હોય છે. પંડિત હોય તે પદાર્થને શોધે. જ્ઞાની પાસે ઉપાદેય પરમાર્થનો સ્પર્શાત્મક માર્મિક બોધ હોય છે.
(૧૩) વિદ્વાન પ્રાયઃ બુદ્ધિને કેન્દ્રસ્થાને રાખે છે. પંડિત પ્રજ્ઞાને કેન્દ્રસ્થાને ગોઠવે છે. જ્ઞાની આજ્ઞાનેનજિનાજ્ઞાને કેન્દ્રસ્થાને પ્રતિષ્ઠિત કરે છે.
(૧૪) વિદ્વાન શ્રુતજ્ઞાનની પાછળ દોડે છે. પંડિત ચિંતાજ્ઞાનચિંતનજ્ઞાનની પાછળ પડે છે. જ્ઞાની ભાવનાજ્ઞાનને આત્મસાત્ કરે છે.
(૧૫) વિદ્વાન પાસે શાસ્ત્રનો નકશો છે. પંડિત પાસે શાસ્ત્રનું મોડેલ (Model) છે. જ્ઞાની પાસે શાસ્ત્રની ફેક્ટરી છે, જે કર્મનિર્જરા - પુણ્યાનુબંધી પુણ્યનું પુષ્કળ સર્જન પ્રતિપળ કરે છે.
આ બધી બાબતોને લક્ષમાં રાખીને જ્ઞાની બનવાનું ધ્યેય-સંકલ્પ-લક્ષ રાખજો. માત્ર વિદ્વાન કે પંડિત બનીને અટકી ન જશો.
(લખી રાખો ડાયરીમાં...) શરીર, ઉપકરણ અને તપ, સ્વાધ્યાય, વૈયાવચ્ચ વગેરેની શક્તિનો જરૂરી ઉપયોગ કરવાનો. છતાં તેના પ્રત્યે મૂછ થવા નહિ દેવાની. આનું નામ ભાવ સંયમ.
૧૨૧