________________
વિદ્યના પંડિત. જ્ઞાનીની બેઠરેખા ઓળખીએ.
આજે જ્ઞાન માટે વાત કરવી છે.
(૧) શાસ્ત્રના અર્થની વ્યાખ્યાને ઓળખે તે વિદ્વાન કહેવાય. શંકા-કુશંકાના નિરાકરણપૂર્વક શાસ્ત્રના પદાર્થને સૂક્ષ્મ બુદ્ધિથી પીછાણે તે પંડિત કહેવાય. શાસ્ત્રના પરમાર્થને, ગૂઢાર્થને, તાત્પર્યાર્થને, રહસ્યાર્થને, ગુન્નાર્થને સમજે, સ્વીકારે, તે મુજબ સહજતઃ જીવન બનાવે તે જ્ઞાની કહેવાય.
(૨) દીર્ઘકાલીન, નિરંતર શાસ્ત્રનો અભ્યાસ કરવાથી વિદ્વાન થઈ શકાય. ગુરુગમથી, શાસ્ત્રાભ્યાસ કરવાથી પંડિત થઈ શકાય. ગુરુકૃપાથી અધ્યયન કરવામાં આવે તો શાની - આત્મજ્ઞાની થઈ
શકાય.
(૩) વિદ્વાન પાસે શાસ્ત્રની લંબાઈ પહોળાઈ ઘણી હોય. પંડિત પાસે શાસ્ત્રનું ઉંડાણ પૂરતું હોય. જ્ઞાની પાસે તો સ્વયં શાસ્ત્રો જ પરિપૂર્ણરૂપે પારદર્શક બની ચૂક્યા
હોય. (૪) વિદ્વાનની સ્મૃતિ તેજદાર પાણીદાર હોય. પંડિતની પ્રજ્ઞા સૂક્ષ્મ-વેધક-ધારદાર હોય. જ્ઞાનીની સ્વાનુભૂતિ આનંદસભર અને રસાળ હોય છે.
-
(૫) વિદ્વાનને ભવાંતરમાં સદ્ગતિ મળે છે. પંડિતને આંશિક સન્મતિ પણ મળે છે. જ્ઞાનીને તો પરમગતિ-પરમગુરુ-પરમજ્ઞાન અનાયાસે સંપ્રાપ્ત થાય છે.
(૬) જ્ઞાનની અને જ્ઞાનીની જઘન્ય આરાધના કરનારો વિદ્વાન થાય, મધ્યમ આરાધના કરનારો પંડિત થાય, ઉત્કૃષ્ટ આરાધના કરનાર જ્ઞાની-અનુભવજ્ઞાની-આત્મજ્ઞાની થાય છે.
(૭) વિદ્વાન પ્રાયઃ સ્વાર્થસાધક હોય છે. તે અવસરે ગુલાંટ મારતાં ખચકાતો નથી. પંડિત પરાર્થ - પરોપકાર પણ સાધે છે. જ્ઞાની-આત્મજ્ઞાની તો નિયમા પરમાર્થને પ્રગટાવે છે.
૧૨૦