________________
માત્ર કાયા ઝૂકે તે વિનય અને હૈયું પણ પૂજ્યો પ્રત્યે ઝૂકે તે વિનયસમાધિ.
સૂત્રને ગોખીએ, તેના અર્થને સમજીએ, પુનરાવર્તન કરીએ અને અવસરે બીજાને ભણાવીએ તે શ્રત અને શાસ્ત્રના રહસ્યાર્થીને સંવેદનશીલ હૃદયે સમજીને જિનાજ્ઞા મુજબ અહોભાવથી તેને જીવનમાં વણી લઈએ તે શ્રુતસમાધિ.
માત્ર કાયાને તપાવે, કાયાની ધાતુને તપાવે તે તપ અને આત્મા પર લાગેલ કર્મને સમત્વયોગથી તપાવે-ખંખેરે તે તપસમાધિ. બાહ્ય તપમાં ઈચ્છાનિરોધ ભળે તો તે તપસમાધિ બને.
વચન અને કાયા પંચાચારપાલનમાં મસ્ત હોય તે આચાર અને મન પણ સર્વત્ર ઉલ્લાસ-ઉમંગથી પંચાચારપાલનમાં સદા ભળેઠરે તો તે આચારસમાધિ.
ગુરુદેવ વગેરે આપણને વિનય, શ્રુત વગેરેમાં જોડી શકે. પરંતુ તેનું સમાધિમાં રૂપાંતર કરવાની જવાબદારી આપણી છે. આ હકીકતને ખ્યાલમાં રાખીને આપણે આપણી જવાબદારી બજાવવા તત્પર રહેવાનું છે. ઉપરની સાત, ત્રણ અને ચાર બાબતને ઉલ્લાસથી જીવનમાં વણી સ્વ-પરને સમાધિ-પ્રાપ્તિમાં નિમિત્ત બનો એ જ મંગલ કામના...
(લખી રાખો ડાયરીમાં...) બીજું કદાચ ક્યારેક ક્યાંક ન સચવાય તો ચાલે. પરંતુ દરેક સ્થાને, પ્રત્યેક પળે, સર્વ સંયોગમાં આપણા પરિણામને તો સાચવવા જ રહ્યા. નિરવદ્ય એવું હિત-મિત-પ્રિય બોલતા શીખવું એ પણ એક બળવાન આરાધના છે. આપણા ક્લિષ્ટ રાગ-દ્વેષ પોષે તે ઉત્સર્ગ કે અપવાદ પારમાર્થિક ન કહેવાય, માર્ગ ન કહેવાય પણ ઉન્માર્ગ જ કહેવાય.
૧૧૯