________________
સમાધિનો અમૃત કુંભ પામીએ
આજે સમાધિ વિશે વાત કરવી છે. જેનો સ્વભાવ સમાધિનો હોય તેને સર્વત્ર સદા સમાધિ સુલભ બને. જેનો સ્વભાવ સંક્લેશનો હોય તેને અનુકૂળ સંયોગમાં પણ સમાધિ ટકવી મુશ્કેલ છે.
સમાધિનો સ્વભાવ ઓળખવાના ચિહ્ન આ રીતે જાણવા. (૧) વારંવાર પોતાની ભૂલની સામે ચાલીને ક્ષમાપના કરે. (૨) પ્રેમથી ભૂલનો સ્વીકાર કરે.
(૩) ભૂલનું પુનરાવર્તન ન કરવાની સાવધાની રાખે. (૪) બીજાની આરાધનામાં લેશ પણ અંતરાય ન કરે. (૫) બીજાને સામે ચાલીને ઉત્સાહપૂર્વક સહાય કરે. (૬) બધાનું પ્રેમથી સહન કરવાની ટેવ પાડે. (૭) અવસરે હિતકારી પરિમિત મધુર વાણીને બોલે. આ સાત બાબત દ્વારા ‘સમાધિનો સ્વભાવ છે’ તેમ જાણી શકાય. આનાથી વિપરીત હોય તો અસમાધિનો સંક્લેશનો સ્વભાવ જાણવો. આપણા જીવનમાં ઉપરની સાતેય બાબતને આત્મસાત્ ક૨વાની જરૂર છે. સમાધિ સ્વભાવના આ સાત કાર્ય છે.
સમાધિના કારણ ત્રણ છે. (૧) કર્મ વિજ્ઞાનની ઠરેલ સમજણ, (૨) ધીરજ અને (૩) વિશુદ્ધ પુણ્ય. વિશુદ્ધ પુણ્ય સંક્લેશ થાય તેવા સંયોગને હટાવે છે. શાલિભદ્ર આનું ઉદાહરણ છે. જ્યારે કર્મના ગણિતની સમજણ અને ધી૨જ પ્રતિકૂળ સંયોગમાં પણ સમાધિને પ્રગટાવે છે, ટકાવે છે. મયણા, સનત્કુમાર ચક્રવર્તી વગેરે આના ઉદાહરણ છે. કારણને મજબૂત રીતે પકડવાથી કાર્યની અવશ્ય પ્રાપ્તિ થાય છે.
સંયમીને અનુલક્ષીને દશવૈકાલિક સૂત્રમાં ચાર સમાધિ બતાવી છે. (૧) વિનય, (૨) શ્રુત, (૩) તપ અને (૪) આચારની સમાધિ. વિનય વગેરે ચારેય પણ સમાધિના કારણ છે. પરંતુ તેની પાછળ પણ રહસ્ય રહેલ છે.
११८