________________
(૧૨) “મૌન સર્વાર્થસાધનમ્” આ શાસ્ત્રવચન પણ નજર સામે રહે છે.
(૧૩) બિનજરૂરી ન બોલીએ તો જરૂરી ઉપયોગી બોલવાનો ઉત્સાહ જાગે. કલાકો સુધી વાતો ઉત્સાહથી કરીએ અને પ્રતિક્રમણ ભણાવવામાં, બોલીને સ્વાધ્યાય કરવામાં, બીજાને ભણાવવામાં ઉત્સાહ ન જાગે તેવું ન બનવું જોઈએ.
(૧૪) વિકથા બોલવામાં ઉત્સાહ ન હોય તો ગુણાનુવાદ - પ્રશંસા, ઉપબૃહણા કરવામાં ઉલ્લાસ ઉમટે.
(૧૫) બિનજરૂરી બોલવામાં જે પાવરધા હોય તેને ગુરુની હિતશિક્ષા, વાચના, ગુણાનુવાદ વગેરે સાંભળવામાં ઉમંગ ન આવે.
(૧૬) બોલવાનો વધુ પડતો રસ વડીલોની વાતને વચ્ચેથી તોડવામાં, રોકવામાં પણ આગળ વધારી દે.
(૧૭) વાચાળતા કથારસને પેદા કરવા મીઠું-મરચું ઉમેરીને પણ બોલવાની કુટેવ પાડે.
(૧૮) વાતોડિયોનો કોઈ જલ્દી વિશ્વાસ પણ ન કરે. (૧૯) વાતોડિયાની સાચી પણ વાતમાં બીજા ખોટી શંકા કરે. (૨૦) વાતોડિયા માણસ એકાંતમાં અને મૌનમાં અકળાઈ ઉઠે. (૨૧) સ્વાધ્યાયની રુચિ લગભગ તેને ન હોય.
(૨૨) વાતોડિયા માણસ પ્રાયઃ શાંતચિત્તે પ્રસન્નતાપૂર્વક ધ્યાનયોગમાં ઊંડા ઉતરી શકતા નથી.
આ બધી બાબતને લક્ષમાં રાખીને બિનજરૂરી બોલવાનું ટાળતા રહેવું. જરૂરી વાત વિચારીને વિવેકપૂર્વક પરિમિત મધુર શબ્દમાં કહેવી. આ રીતે ભાષાસમિતિ, વચનગુપ્તિ અને વચનયોગની આરાધના કરવાથી શાસ્ત્ર ભણવામાં, ભણાવવામાં, વ્યાખ્યાનમાં અસ્મલિત વાણીનો અમોઘ ધોધ વરસાવવાની યોગ્યતા, શક્તિ, આવડત મળે અને એના માધ્યમથી મોક્ષમાર્ગે સ્વ-પરને ઝડપથી આગળ વધારવાનું અખંડ અદ્વિતીય સૌભાગ્ય પ્રાપ્ત થાય છે. આ રીતે આપણે મોક્ષમાર્ગે હરણફાળ ભરીએ – એ જ મંગલકામના..
૧૧૭