________________
મૌનનો મહિમા. સંયમસાધના માટે શક્તિની જરૂર છે; શુદ્ધિની જરૂર છે. શુદ્ધિને મેળવવાનો - પ્રગટાવવાનો પ્રયત્ન કરવાનો અને શક્તિને સાચવવાનો, વેડફાતી બચાવવાનો અને પચાવવાનો પ્રયત્ન કરવાનો. બિનજરૂરી બોલવાથી શરીરની અનેક શક્તિનો નાશ થાય છે. શરીરની સાત ધાતુના ક્ષય કરતાં પણ વાણીનો ક્ષય એ વધુ નુકશાનકારક છે. માટે શક્ય હોય તો બિનજરૂરી ન બોલવું, જરૂરી પણ ઓછું બોલવું, ટુંકેથી પતાવવું.
ન બોલવામાં નવ ગુણ' આ વાતને સતત નજર સામે રાખવી. તે નવગુણ આ રીતે સમજી શકાય.
(૧) ન બોલવાથી, મૌન રહેવાથી કોઈને અપ્રિય ન થવાય. (૨) અનર્થદંડ - નિંદા - વિકથા વગેરેથી બચી જવાય. (૩) મૃષાવાદથી બચાય. તેથી બીજું મહાવ્રત નિર્મળ રહે. (૪) મૌનથી વચનસિદ્ધિ ઉત્પન્ન થાય. (૫) આદેય નામકર્મ - સૌભાગ્ય પ્રાપ્ત થાય. (૬) યશ-કીર્તિ ફેલાય. (૭) તોતડા - મુંગા - બોબડા બનવાનું કર્મ ન બંધાય. (૮) કોઈને માથાનો દુઃખાવો ન બનાય. (૯) પૂજ્યોની વાચિક આશાતનાથી અટકાય. 'આ નવ લાભ અધ્યાત્મમાર્ગે આગળ વધવામાં સહાયક બને તેવા છે. આ નવ ગુણોથી સ્વ-પરને સમાધિ સુલભ અને સરળ બને છે. તે ઉપરાંત
(૧૦) શારીરિક શક્તિનો વ્યય પણ થતો નથી.
(૧૧) મૌન રહેવાથી પોતાનું અજ્ઞાન પ્રગટ થતું નથી. આ લૌકિક લાભ છે.
૧૧૬