________________
બને હીવાલ, કે ફેશે? શાણ્યા
આપણા મનને જગત માટે આંધળું, બહેરું અને મૂંગું બનાવીએ તો સંયમજીવનનો સ્વાદ માણી શકાય. માટે મનને જગત માટે દીવાલ જેવું બનાવવું. દીવાલની સામે હજારો ચીજ આવતા છતાં તેમાં તેનું પ્રતિબિંબ પડતું નથી. તેમ સંયમીના મનમાં જગતના કોઈ પણ દ્રવ્ય-ગુણ-પર્યાયનું પ્રતિબિંબ ન પડે. ગોચરી, પાણી, ઉપકરણ, જગ્યા, માન-અપમાનના શબ્દો આ બધા માટે મનને દીવાલતુલ્ય બનાવીએ તો સમાધિના ફુવારા ઉડે.
જો આ બધી બાબતમાં મન દીવાલના બદલે અરીસા જેવું બની જાય, તેના સારા-નરસાપણાનું પ્રતિબિંબ બતાવવાનું ચાલુ કરે તો સંકલ્પ-વિકલ્પના વમળમાં આપણે ડૂબી જઈએ. ખાસ કરીને વિજાતીય તત્ત્વની બાબતમાં તો મનને દીવાલ જેવું જ બનાવવું. ભૂલ-ચૂકે પણ વિજાતીયની બાબતમાં મન અરિસા જેવું બને તો મોટેભાગે મન વિજાતીય માટે તરત કેમેરા જેવું બની જાય છે. અરીસો તો સામે વસ્તુ હાજર હોય ત્યાં સુધી ચિત્ર બતાવે, પ્રતિબિંબ દેખાડે. કેમેરો તો સામેથી ચીજ ખસી જાય, નાશ પામી જાય તો પણ તેની પ્રતિકૃતિનો સંગ્રહ ન ખસેડે. એક ચીજના હજાર-લાખ-કરોડ ફોટા કેમેરો આપી શકે. વિજાતીય તત્ત્વ માટે જો મનને દર્પણ બનાવીએ તો પ્રાયઃ મન આપોઆપ કેમેરામાં ફેરવાઈ જાય છે અને તેની આકૃતિનો - પ્રતિકૃતિનો કાયમ પોતાનામાં સંગ્રહ કરી રાખે છે. બીજા ચિત્ર ખસી જવા સહેલા છે પરંતુ વિજાતીયનું ચિત્ર મનમાંથી ખસવું બહુ મુશ્કેલ છે. વિશુદ્ધ પ્રબળ ગુરુકૃપા વિના તો તે અશક્યપ્રાયઃ જ છે.
સંયમજીવનમાં ૩ વિષય ખુલ્લા છે. જીભના સ્તરે ગોચરી; પાણી; કાયાના સ્તરે ઉત્તમ ઉપકરણો; આંખ અને મનના સ્તરે વિજાતીયનું રૂપ. ગોચરી, પાણી કે ઉપકરણ પ્રતિકૂળ આવે, કોઈના
ન ૧૪૨F