________________
હું
જ તીવ્ર આકર્ષણ હોય અને ત્યાગી પ્રત્યે જ અનન્ય અહોભાવ હોય તો જીવ મોક્ષમાર્ગે આગળ ધપે રાખે છે. પુંડરિક મુનિ, શ્રેણિક મહારાજ, કૃષ્ણ મહારાજ વગેરે આના દૃષ્ટાંત છે.
આવું કહીને મનમાં સારા ભાવ રાખીને કાયાને ભોગસુખના કાદવથી ખરડવાની વાત આદરણીય છે- એમ નથી બતાવવું. પરંતુ સંયમજીવન લીધા પછી ભોગનું આકર્ષણ જન્મે તો સંયમસાધના પ્રાયઃ નિષ્ફળ જતી હોવાથી
(૧) તપ કરનારે પારણાનું આકર્ષણ છોડવું, (૨) સ્વાધ્યાય-વ્યાખ્યાન કરનારે પ્રસિદ્ધિનું આકર્ષણ હટાવવું. (૩) બ્રહ્મચારીએ વિજાતીયનું આકર્ષણ તોડવું,
(૪) લોચ-વિહાર વગેરે કાયકષ્ટ સહન કરનારે દેહાધ્યાસને ખસેડવા પ્રયત્નશીલ રહેવું,
(૫) ગુણાનુવાદ કરનારે નિંદાથી દૂર રહેવું, (૬) સંયમીએ સંસારીનું અને સાંસારિક પ્રવૃત્તિનું આકર્ષણ કાઢવું, (૭) પ્રતિક્રમણ કરનારે આત્મા ઉપર દોષોનું આક્રમણ કરવાનું આકર્ષણ રવાના ક૨વું.
આ બાબત ઉપર ધ્યાન આપવાનું અહીં અભિપ્રેત છે.
બાકી પેંડો ખાધા પછી મીઠી પણ ચા ફિક્કી લાગે તેમ ભોગના આકર્ષણ પછી સરસ પણ આરાધના નીરસ-વિરસ લાગે. ભોગનું, જડનું આકર્ષણ ખલાસ થાય પછી સંયમમાં મીઠાશની અનુભૂતિ સરળ છે. બાકી અઘરી છે. જડને જાણ્યા પછી એનું આકર્ષણ જન્મે એવી શક્યતા હોય તો તેને જાણવા જ નહિ. જડનું આકર્ષણ જડના સદુપયોગમાં બાધક જ બને છે. જેમ કે રજોહરણ આદિ ઉપકરણનું આકર્ષણ-મૂછ હોય તો ઉપકરણ મેલું ન થાય માટે પૂજવા-પ્રમાજવા વગેરેમાં ઉત્સાહ ન જાગે. માટે ઉપકરણની મૂછ પણ હટાવવી. જડમાત્રનું આકર્ષણ મટે પછી જ આત્માનું તાત્ત્વિક આકર્ષણ જાગેજામે-ફાવે.
૩૪૭,