________________
અધીરા માણસની દૃષ્ટિ ટૂંકી અને છીછરી હોય. ધીરજવાળા માણસની દષ્ટિ લાંબી, વેધક, પારદર્શી, દીર્ઘદર્શી હોય. સાચી ભક્તિ = ભક્તિ કરીને સામેની વ્યક્તિને તે ભક્તિ યાદ કરાવી ઋણના બંધનમાં ન લેવા. અનેક શિષ્ય, જ્ઞાન-તપની શક્તિ, લબ્ધિ, પુણ્ય અને દેશનાશક્તિ જેમ વધારે હોય તેમ તે શાસનનો દુશ્મન બને જો તેનું હૈયું શાસ્ત્રાર્થોથી ભાવિત ન હોય તો.- સંમતિતર્ક.
કોઈ પણ વસ્ત/સ્થિતિ/સંયોગ કાયમ ટકવાના નથી.” આ વિચાર પરિસ્થિતિમાં રાગ-દ્વેષ ઉભા થવા ન દે. - સનસ્કુમાર ચક્રવર્તી સંયમની પ્રવૃત્તિથી નહિ પરંતુ સંયમની પરિણતિથી અને શાસનથી કેટલાં ભાવિત થયા છીએ ? તેના પર ભવિષ્યની સલામતી છે. પ્રવૃત્તિની નિર્મળતા પુણ્ય બંધાવે. વૃત્તિની નિર્મળતા કર્મનિર્જરા કરાવે, સાધનાના અંતરાય તોડે. ગુરુનું જે સહન ન કરે તેને સંસારીઓનું નિયમા સહન કરવું પડે. • કુલવાલક મુનિ દીક્ષા છોડીને ઘણાં વિદ્વાનો સંસારમાં ગયા છે. એક પણ ગુરુસમર્પિત દીક્ષા છોડીને સંસારમાં ગયેલ નથી. આશ્વાસનની જરૂર પડે એનો અર્થ એ જ કે મનમાં અસમાધિ
છે.
સાધુજીવનમાંથી પાંચ પ્રકારના સંસારને કાઢીએ. (૧) ખાવાપીવાની આળપંપાળ, (૨) ઉપકરણની આસક્તિ, (૩) છાપાં | ચોપાનિયાની લપ, (૪) શિષ્યોની ઘેલછા, (૫) પાટ-પદવી-પ્રસિદ્ધિનું પ્રલોભન.
-૨૩૦