________________
પૈસો ઘટે તો જેમ ગૃહસ્થ બેચેન થાય તેમ વૈરાગ્ય ઘટે તો સાધુ બેચેન થાય.
શ્વાસોશ્વાસની જેમ વિવેક દૃષ્ટિ ૨૪ કલાક સાથે હોય તો જ સાધુના ભાવપ્રાણ ટકી શકે.
જેણે અધ્યાત્મ જગતમાં ટકવું હોય, તેણે સૌપ્રથમ રતિઅરિત હટાવવી જોઈએ. પછી સંકલ્પ-વિકલ્પ ઘટાડવા જોઈએ. “મેં દીક્ષા મોડી લીધી” આવો પસ્તાવો જેને થાય તેનું ચારિત્ર ભાવચારિત્ર બની શકે.
ગોચરીમાં વિવિધ અભિગ્રહ ધારણ કરવાથી સત્ત્વ ખીલે, મૂર્છા તૂટે, ત્યાગ-વૈરાગ્યની ભાવના દૃઢ બને, પુણ્ય વધે, લબ્ધિ ખીલે, ચારિત્ર મોહનીય કર્મનો ક્ષયોપશમ થાય. પંચવસ્તુ
પન્ના અણુગાર
ગોચરી, પાણી વગેરે શેય પદાર્થોમાં રાગ, દ્વેષ ન થવા દેવા તે સંયમની સફળતાની નિશાની છે. નાનું પણ કામ ઉપયોગપૂર્વક કરીએ તો તેના સંસ્કાર અવશ્ય પડે. વલ્કલચિરી
-
-
ત્રણ પ્રકારે વલણ : (૧) હેયમાં દ્વેષ જરૂરી છે. (૨) ઉપાદેયમાં રાગ જરૂરી. (૩) જ્ઞેયમાં ન રાગ કે ન દ્વેષ જોઈએ. સંસારીના પરિણામ, સ્વભાવ, વૃત્તિ સંઘર્ષની હોય. સાધુના પરિણામ, સ્વભાવ, વૃત્તિ સમાધાનની હોય. જેને જાણવાથી પરિણામમાં કોઈ ફરક પડવાનો નથી તેવું જાણવાની કુતૂહલતા છોડતા જવી.
સંયમીએ લોકોના સંપર્કથી દૂર રહેવું.
એ શક્ય ન હોય તો અંતરમાં એકાંત ઊભું કરવું.
૨૩૧