________________
આપણી આંખ જગતને જોઈ શકે છે, આપણી જાતને જોઈ
શકતી નથી, આત્મનિરીક્ષણ કરી શકતી નથી. • નિરવદ્ય સત્ય ભાષા બોલતા જેને ન આવડે તે શાસનની
આરાધના ન કરી શકે. • કૌશિક (યોગશાસ્ત્ર ૨/૬૧) જેને મન નથી તે સંમૂચ્છિમ છે. જેણે મનને મારેલ છે તે પૂર્ણ ચેતન છે. બુદ્ધિનો ઉપયોગ કરે તેને ગુરુમાં દોષદર્શન થાય. - દત્તમુનિ એકલી બાહ્ય ઉગ્ર સાધના કરવાથી ઠેકાણું પડે નહિ. આત્મજાગૃતિ ૨૪ કલાક સાથે જોઈએ. • પ્રસન્નચંદ્ર રાજર્ષિ ભગવાન હૃદયમાં બિરાજમાન થાય તો ચીકણાં કર્મો રવાના થાય. - ધર્મબિંદુ હરિભદ્રસૂરિ મ.સા. ગંભીરતા = બીજાના દોષ જોયા પછી એની સાથે વ્યવહારમાં આપણા હાવભાવમાં જરા પણ ફરક ન પડે તે. કષાયને નિષ્ફળ બનાવવા માટે આંખ, મોઢાની રેખા, જીભ અને વ્યવહારમાં એ વસ્તુ પ્રગટ ન થવા દેવી અને એમાં જાતને સ્વસ્થ રાખવી. આરાધના દવા છે. અનુશાસન નિદાન છે. આરાધનામાં ઉત્સાહ જાગતો નથી તેના બે કારણ :- (૧) આરાધનાના બળ ઉપર શ્રદ્ધા નથી. (૨) આરાધનાના ફળ ઉપર નજર નથી. પગમાં ભરાયેલો કાંટો જેમ ચાલવાની તાકાતને તોડે, તેમ છૂપાયેલા નાના પણ દોષ અને આલોચના નહિ કરેલા પાપ આરાધનાનું બળ તોડે, મોક્ષમાર્ગમાં અવરોધક બને. - લક્ષ્મણા સાધ્વી સાધુ સંગ્રહ કરે તો ગુનેગાર.
આચાર્ય સંગ્રહ ન કરે તો ગુનેગાર.
૨૩ર