SearchBrowseAboutContactDonate
Page Preview
Page 244
Loading...
Download File
Download File
Page Text
________________ આચારચુસ્તતા, આત્મશુદ્ધિ અને ગુણસમૃદ્ધિ આ ત્રણના આધારે ઊભી થયેલી પુણ્યવિભૂતિથી શાસનનો ઉદય-પ્રભાવનારક્ષણ થાય છે. - કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરિજી ઉત્કટ સંવેગવાળાને અપરોક્ષ આત્માનુભૂતિમાં નિરર્થક વિલંબ પરવડતો નથી. - જંબૂકુમાર સુખશીલતાનો દોષ ચારિત્રના આચારોમાં નીચામાં નીચી કક્ષાએ લઈ જનાર છે. • યોગપટ્ટધારી સુમંગલાચાર્ય આચાર દ્વારા પરિણામ ઊભા થાય. તત્ત્વજ્ઞાન દ્વારા આચાર મજબૂત થાય. બંન્ને પરસ્પર પૂરક છે. પરના હિત માટે સ્વયં કષ્ટ સ્વીકારવાની વૃત્તિપૂર્વકનો વ્યવહાર = સમિતિ. નિરર્થક વૃત્તિ-પ્રવૃત્તિના ત્યાગપૂર્વક નિજમાં ઉતરવાની જાગૃતિ = ગુપ્તિ. છ પ્રકારની વ્યક્તિ ગુર્વાજ્ઞા પાળી ન શકે. (૧) અભિમાની (૨) કૃતઘ્ન (૩) અવિનીત (૪) ગર્વિત (૫) આપબડાઈખોર (૬) સાધુ-સજ્જનોને માટે ઠપકા પાત્ર. (ઉપદેશમાળા ગા.૭૩) જ્યાં સમર્પણ હોય ત્યાં ખુલાસા કરવાની જરૂર નથી. - મૃગાવતી સાધી માર્ગસ્થ ક્ષયોપશમ એટલે સતત મોક્ષમાર્ગાનુરૂપ રુચિ-વૃત્તિવલણ. જેને પુણ્યોદયનું મમત્વ ન હોય; પુણ્યોદયથી પોતાને જે મહત્ત્વ ન આપે તે સાચો સંયમી • આચારવાન બીજાને ધર્મ પમાડી શકે, નહિ કે માત્ર વિચારવાન. • તામલી તપાસદષ્ટ મુનિ ભગવાને ગણધરોને પહેલાં દીક્ષા આપી = આચાર આપ્યા. પછી ત્રિપદી આપી = દ્વાદશાંગી આપી. માટે અપેક્ષાએ પહેલાં આચાર પછી જ્ઞાન---- | ૨૩૩
SR No.007267
Book TitleSanyamina Kanma Dilma Sapnama Rome Romma Vyavaharma
Original Sutra AuthorN/A
AuthorYashovijay Gani
PublisherDivyadarshan Trust
Publication Year2011
Total Pages538
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy