________________
ગીતાર્થની નિશ્રા = ગીતાર્થની આજ્ઞામાં રહેવું અને તેમની આજ્ઞા/ઈચ્છા મુજબ પોતાના મનના પરિણામ ઊભા કરવા. સાધુનો સંબંધ ગામ-નગર સાથે નહિ પણ સંઘ સાથે છે, સદ્ગુરુ સાથે છે, પરમાત્મા સાથે છે. ગુરુ પાસે બે અપેક્ષા રાખવી. (૧) મારી ભૂલ વખતે અટકાવે અને માર્ગે જોડે. (૨) મારી યોગ્યતા મુજબ શાસ્ત્ર ભણાવે. જે બુદ્ધિના પનારે પડી અનંત ભવો ભટક્યો તે દુબુદ્ધિને વશ થવું જ નથી આ નિર્ણય કરે તે જ સાચો શિષ્ય બની શકે. શિષ્ય માર્ગે છે કે ઉન્માર્ગે? તે પારખવાની તાકાત ન હોય તે વ્યક્તિ ગુરુ બની ન શકે. અને તે ઓળખે છતાં ન અટકાવે તો તે ગુરુ કસાઈ કરતાં ભૂંડા છે. ગીતાર્થની આજ્ઞા પ્રમાણે આચાર પાળે તે કર્મના મલિન બંધન અટકાવે અને તેમની આજ્ઞા મુજબ પરિણામ ઊભા કરે તે કર્મના મલિન અનુબંધને તોડે. લોકોત્તર પુરુષને ઉપદેશની જરૂર ન હોય. દા.ત. તીર્થકરો. શિષ્ટ પુરુષ થોડા ઉપદેશે પ્રતિબોધ પામે. દા.ત.સનતકુમાર ચક્રી. ભારે કર્મી ઘણા ઉપદેશે પણ પ્રતિબોધ ન પામે.-કાલસીરિક જેવા મનના અભિપ્રાય રોગની બાબતમાં ડોક્ટર પાસે છે. તેવા મનના અભિપ્રાય દોષની બાબતમાં ગુરુ પાસે જોઈએ. આપણી નિષ્ઠા, યોગ્યતા અને પુરુષાર્થ જેમ જેમ ખીલતા જાય તેમ તેમ મોક્ષ નજીક આવતો જાય. સમર્પણભાવનું કનેક્શન ગુરુ સાથે હોય તો ગુરુની ઈચ્છા મુજબ શિષ્યના પરિણામ પ્રત્યેક સમયે ઊભા થતા જાય. પોતાને સમર્પિત જીવને અભવ્ય ગુરુ પણ મોક્ષમાં મોકલે.
– ૨૩૪
•
૨૩૪