SearchBrowseAboutContactDonate
Page Preview
Page 246
Loading...
Download File
Download File
Page Text
________________ • આરાધનાની સફળતા તમામ દોષની સૂગ ઊભી કરવામાં અને દોષને રવાના કરવામાં છે. • શિષ્ય માટે ગુરુ એ આંખ સમાન છે. જે પ્રવૃત્તિમાં ગુર્વજ્ઞાની અથવા હાર્દિક ગુરુસંમતિની છાપ - ન લાગે તે પ્રવૃત્તિ સાધુને કર્મબંધ કરાવે. - દ્રૌપદીનો પૂર્વ સાધ્વીભવ અપવાદ માત્ર જાણવાના છે. જ્યાં ત્યાં બોલવાના નથી. આરાધનામાં ઉત્સાહ ન જાગે તે યતનાવરણનો ઉદય. આરાધનાનું સામર્થ્ય ન હોય તે વીર્યંતરાયકર્મનો ઉદય. આરાધના કરવા જેવી ન લાગે તે મિથ્યાત્વનો ઉદય. અંદરમાં આત્માનો આનંદ નથી એને જ વાતચીતનું વ્યસન હોય. સ્વાધ્યાયને તો વિશ્રામ ભૂમિ કીધી છે. થાક તો ત્યાં જ હોય જ્યાં તણાવ હોય. તણાવે ત્યાં હોય જ્યાં પારકાપણાની બુદ્ધિ હોય. આર્ત-રૌદ્રધ્યાન ટાળી, ધર્મ-શુકલ ધ્યાનમાં પ્રવૃત્તિ કરી શકાય એટલું શ્રુતજ્ઞાન સંયમીની પ્રાથમિક આવશ્યકતા. - ઉપદેશપદટીકા (ગા.૮૯૭). જેને પાપનો ભય નથી તે શાસન-સમકિત-સંયમનો વિરાધક છે. - ચંડકૌશિક પૂર્વભવ : શુદ્ધ ધ્યાનની જનેતા શાસ્ત્રબોધ કે ધર્મક્રિયા નથી. પરંતુ આત્મદર્શનની તીવ્ર અભીપ્સા અને કર્મકૃત ભાવો પ્રત્યે અત્યંત ઉદાસીનતા છે. - પ્રસન્નચંદ્ર રાજર્ષિ દરેક સાધનામાં - (૧) દોષથી છૂટવાનું, (૨) ગુણને મેળવવાના, (૩) નબળા આચારને છોડવાના અને (૪) પ્રાણાંતે પણ સારા આચારની રુચિ કેળવવાની. - વંકચૂલ ૨૩૫
SR No.007267
Book TitleSanyamina Kanma Dilma Sapnama Rome Romma Vyavaharma
Original Sutra AuthorN/A
AuthorYashovijay Gani
PublisherDivyadarshan Trust
Publication Year2011
Total Pages538
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy