________________
ગુણનું આકર્ષણ હોય. અને સાધના કરે તો ક્યારેય અભિમાન ન આવે. સંસારી માટે જેમ વિરાધના ડૂબાડનારી છે તેમ સાધકને અભિમાન ડૂબાડનાર છે. યોગ્ય શિષ્યને ઠપકો આપવો તે ગુરુની ફરજ છે તેમ અયોગ્ય શિષ્યને ઠપકો ન આપવો (અવસરે ઉપેક્ષા કરવી) તે પણ ગુરુની ફરજ છે. પોતાની પ્રવૃત્તિમાં ગુરુની ઈચ્છા છે કે નહિ ? તેનો ખ્યાલ રાખે એ શિષ્ય વિનયી અને સમર્પિત બનતો જાય છે. જાત માટે કદરની અપેક્ષા રાખવી નહિ પણ બીજાના નાનામાં નાના કાર્યની કદર, પ્રશંસા, ઉપવૃંહણા, અનુમોદના કર્યા
વિના રહેવું નહિ. • જે સ્વચ્છંદી છે તે શાસનની બહાર છે.
જે સમર્પિત છે તે શાસનની અંદર છે. સંવિજ્ઞપાક્ષિક પોતે આચારચુસ્ત ન બની શકે પણ જે ચુસ્ત હોય તેને અવસરે સમાધિ જરૂર આપે. આરાધના દેવલોક આપે, . અભવ્ય મુનિ. આરાધકભાવ મોક્ષ આપે. - ભરત ચક્રવર્તી
સાવદ્ય-નિરવદ્ય વચનની ખબર ન હોય તેવા સાધુને વાતચીતનો ' પણ અધિકાર નથી. • મહાનિશીથ(૩/૧૨૦).
ગુરુથી ખાનગી આચાર/વિચાર/વાત વગેરે ગુરુની આશાતનાના કારણભૂત છે, મિથ્યાત્વરૂપ છે. ગૌતમસ્વામીને ભગવાનની દેશના સાથે નહિ, ભગવાન સાથે સંબંધ હતો. માટે જ જાણવા છતાં ભગવાનની દરેક વાત ઉપર બહુમાનભાવ ઉછળતો હતો.
૨૩૬