________________
મોક્ષમાર્ગ શાસ્ત્રથી સમજાય તે કરતાં વધારે સ્પષ્ટ રીતે કયારેક પરમાત્મભક્તિથી સમજાય. • દેવપાલ ગુરુ બને એટલે ગંભીરતા, ઉદારતા, સહનશીલતા કેળવવી
પડે.
સંસારના સંબંધ લોહીના સંબંધ છે. ગુરુ-શિષ્યનો સંબંધ ગુણ-આચારસચિનો સંબંધ છે. જે શિષ્ય માયાવી હોય તેને પાઠ-આલોચના વગેરે આપવાનો નિષેધ છે. ગુરુને શરીર સોંપવું સહેલું, મન સોંપવું અઘરૂં. માથું મુંડાવવું સહેલું, મન મુંડાવવું અઘરું. - રૂકમી સાધ્વી. માયાવી એકાંતે વિરાધક છે. તેને સમુદાયમાં રાખવાની મનાઈ છે. - વિનયરત્ન ચોયણા વગર શિષ્ય આરાધના કરે તે ઉત્તમ. ચોયણાથી આરાધના કરે તે શિષ્ય મધ્યમ. ચોયણા છતાં શિષ્ય આરાધના ન કરે તે અધમ. શિષ્યને આજ્ઞા કરતાં, કંઈ કહેતાં ગુરુને વિચાર કરવો પડે, વિલંબ કરવો પડે તો તે શિષ્યનું કમભાગ્ય છે. શિષ્યને તૈયાર કરવા તે ગુરુની ફરજ છે. તૈયાર થવું તે શિષ્યની ફરજ છે. તે ગચ્છ છે જ્યાં લબ્ધિ વગેરે શક્તિથી યુક્ત હોવા છતાં માત્ર વચનથી વ્રતભંગ કરનાર સાધુને ગુરુ દંડ કરે. - ગચ્છાચારપત્રા જે ત્યાગ કે વૈરાગ્ય યોગ સુધી પણ ન પહોંચાડે તેવા ત્યાગની સમાપ્તિમાં ભોગનો અતિરેક સંભવિત છે.
૨૩૭