________________
•
દર્દી જે દવા લે તે બધી દવા ડોક્ટરે લેવાની ન હોય, તેમ શિષ્યએ જે કરવાનું હોય તે બધું ગુરુ કરે જ એવું નથી.
પરમગુરુ સામે કિનારે છે. આપણે આ કિનારે છીએ. પુલના સ્થાનમાં ગુરુદેવ છે. તેમના આલંબનથી ભગવાન સુધી પહોંચી શકાય તેમ છે.
સંસાર છોડ્યો = દુઃખગર્ભિત વૈરાગ્ય. - સંપ્રતિ રાજાનો પૂર્વભવ. સંસારમાંથી છૂટકારો મેળવ્યો જ્ઞાનગર્ભિત વૈરાગ્ય.
=
જંબૂસ્વામી.
નોકરે કરેલી મહેનત શેઠને પૈસાદાર બનાવે તેમ મોહનીયના ગુલામ બનેલા જીવની પુણ્યની કમાણી મોહનીયને બળવાન બનાવે.
પરસાક્ષીએ જે ધર્મની પ્રતિજ્ઞા કરી તેના પાલનમાં અધર્મનો પરિણામ ઊભો થતો અટકાવવો તે આત્મસાક્ષીએ જ શક્ય છે.
જે ત્યાગને લંબાવાનું મન ન થાય તે ત્યાગ પ્રાયઃ બનાવટી, આભાસી હોય. ભવદેવ મુનિ
જેનાથી આપણો મોક્ષ થવાનો નથી એવા જગતના પદાર્થોને મહત્ત્વ આપી આપણે આપણો મોક્ષ અટકાવીએ છીએ.
કૃતજ્ઞતાનો અભાવ એ આત્માની એક જાતની કઠોરતા છે.
ગોશાળો
-
આળસ એટલે સાધનાને આજના બદલે આવતીકાલ-ભવિષ્યકાળ પર રાખવી.
વૈરાગ્ય ત્યાગને દીર્ઘજીવી બનાવે, ત્યાગમાં આનંદ ઉભો કરાવે છે.
૨૩૮