________________
ગુરુ શાસ્ત્ર ત્રણ રીતે ભણાવે. - (૧) સૂત્રનો અર્થ આપે. (૨) શાસ્ત્રમાં શંકા ઊભી કરાવી ઊંડાણથી ભણાવે. (૩) શિષ્યની યોગ્યતા જોઈ સંપૂર્ણપણે ભણાવે. - આવશ્યકનિર્યુક્તિ લાયોપથમિક ભાવથી યુક્ત દરેક ગુણ વિવેકથી ઝળહળતો
હોય.
કર્મકૃત ભાવોમાં “હું - “મારું” એવી બુદ્ધિ જેનાથી ટળે તે સમ્યફ જ્ઞાન. ચારિત્ર મોહનીય અને યતનાવરણ કર્મનો ક્ષયોપશમ ઉત્કૃષ્ટ/મજબૂત હોય તે નિર્મળ ચારિત્ર પાળી શકે. યતના = સમ્યફ પુરુષાર્થ, અયતના = આળસ. આપણી આજુબાજુની દુનિયા ભૂલી માનસિક રીતે શાસ્ત્રની ઊંચી દુનિયા ઊભી કરીએ તો અભિમાન ન આવે. નિરુપાધિક આત્મદર્શનની આનંદમય અપરોક્ષ પ્રગાઢ અનુભૂતિ એટલે સાધુતા. અભિમાન બીજાના તિરસ્કાર તરફ જીવને ખેંચે. મદ > પોતાના ઉત્કર્ષ તરફ જીવને ખેંચે. સાધુને ક્ષયોપશમ ભાવ ઉપર પણ અભિમાન ન હોય તો
ઔદયિક ભાવ ઉપર તો ક્યાંથી હોય ? લયોપશમ ભાવની બે વિચિત્રતા :- (૧) તે કાયમ અધૂરા છે. (૨) ગમે ત્યારે દગો દેનારા છે. • રહનેમિજી મોક્ષ ઋજુગતિએ થાય. ઋજુગતિ માટે ઋજુમતિ આવશ્યક છે. - માતુષ મુનિ કર્મસત્તા યોગ્યતા હોય છતાં ચીજ ન આપે તે બને. પણ ધર્મસત્તા યોગ્યતા હોય છતાં ચીજ ન આપે તે ન બને. - શાલિભદ્રજી
–-૨૩૯
૨૩૯