________________
તાત્ત્વિક ગીતાર્થતા હોય ત્યાં ભાવથી સંવિગ્નપણું અવશ્ય
હોય.
આહાર-વિહાર દ્વારા બીજાને શ્રદ્ધાભ્રષ્ટ કરતો સાધુ ઊંચા આચાર પાળે છતાં દુર્લભબોધિ અને અનંતસંસારી બને - પિંડનિર્યુક્તિ. ગીતાર્થ કારણે દોષ સેવે, કારણ જાય તો દોષ પણ જાય. અગીતાર્થ પ્રારંભે કારણે દોષ સેવે, પછી કારણ જાય તો પણ દોષ પકડી રાખે. સ્વાધ્યાય કરતાં કરતાં નિંદાનો રસ કેટલો તૂટ્યો? તેના આધારે કેવળજ્ઞાન મળે. વગર પાત્રતાએ અધ્યાત્મ જગતમાં ઉપકારી એવી એક પણ પરિણતિ/વિચારધારા મળી શકતી નથી. પોતાની સાધનાને પ્રગટ કરવાથી સાધનામાં અંતરાય પડે છે. - સિંહરૂપધર સ્થૂલભદ્રજી આગમનું પરિશીલન = મનમાં ક્યારેય આગમવિરુદ્ધ એક પણ વિચાર ન આવે તેવું વલણ. જે દોષ આપણામાં નિમિત્તના અભાવમાં નથી, તે દોષ આપણામાં નથી એવી ભ્રમણામાં ન પડવું. - સૌભરી ઋષિ ગુરુની ટકોરઠપકાથી જ્યાં સાધુ ગુસ્સો કરે/સામે બોલે તો તે ગર૭ ગચ્છ નથી. આપણે સમુદાયને હાડકાનો માળો બનાવવો છે કે સ્વર્ગ? તે આપણે વિચારવું. આરાધનાની અંદર થાક ભલે આવે પણ મનનો કંટાળો અક્ષત્તવ્ય છે. દોષના ક્ષેત્રે શરીરના થાક કરતાં મનનો કંટાળો લાવી છૂટવાનો પ્રયત્ન કરવો.
૨૪૦