________________
આરાધનામાં અધીરાઈ દૂર કરવા સચિ ઉભી કરવી. સચિ ઉભી કરવા માટે આરાધનાનું ફળ જોવું, મહાપુરુષોને જોવા. ગુરુની આજ્ઞા અને સૂચનાને પ્રામાણિકપણે ઉત્સાહથી પાળે તે ગુરુની ઈચ્છા જાણવાની શક્તિ મેળવી શકે. સહન કરે તે મોક્ષે જાય. સામનો કરે તે દુર્ગતિમાં જાય. શુભ ધ્યાન = ભગવાનના અતિશયનું ધ્યાન. શુદ્ધ ધ્યાન = ભગવાનના ગુણસ્વરૂપનું ધ્યાન. - અધ્યાત્મસાર જે આરાધનામાં મન ઠરે ત્યાં નિર્જરા થાય. • સકલચંદ્ર ઉપાધ્યાય આપણે મોક્ષ પુણ્યથી નહિ પણ પુણ્યના નિર્મળ અનુબંધ દ્વારા અને સાનુબંધ સકામ નિર્જરા દ્વારા મેળવવાનો છે. જેમ ઉપકરણ સાદા તેમ સંયમના પરિણામ ઊંચા. જેમ ઉપકરણ ઊંચા તેમ સંયમના પરિણામ નીચા. - શિવભૂતિ મુનિ મન ફુરસદમાં જો અશુભ/હલકા વિચારોને કબજે જાય તો સમજવું આપણા દોષના અનુબંધ હજુ સુધી તૂટ્યા નથી. પોતાની આરાધનાના ઉત્સાહ કરતાં પણ ગુરુના અનુશાસનને જે પચાવી જાણે તે ખરો આરાધક બને છે. શાસ્ત્રો મોક્ષમાર્ગની ચર્ચા માટે નથી પણ અનુભવ માટે છે. આત્માના સૌથી મોટા બે શત્રુ (૧) અજ્ઞાન (૨) અનાચાર. જ્ઞાન પરમગતિને અપાવે. જ્યારે આચાર પરમગતિ ન મળે ત્યાં સુધી સદ્ગતિ આપે. નિમિત્ત મળતાં જ વિષય-કષાય-વાસનાનો ભડકો થાય તે દ્રવ્ય સાધુ, નિમિત્ત મળવા છતાં સ્વસ્થ રહે તે જ ભાવસાધુ પરીષહને જીતવા કર્મસિદ્ધાંતના પરિશીલન દ્વારા ધીરજનો ગુણ કેળવવો. • શ્રી મહાવીર સ્વામી ભગવાન
૨૪૧