________________
અધીરાઈ આવે ત્યાં નિર્જરા ન થાય, પુણ્ય ન બંધાય, કર્મબંધ ચાલુ થઈ જાય, આરાધનાની ગુણવત્તા ઓછી થઈ જાય. શરીરના થાકના કારણે જે દોષપ્રવૃત્તિ છૂટી તે છૂટી તેમ ન સમજવું. આચાર્ય તીર્થકરતુલ્ય, પ્રભાવશાળી, મધુરવક્તા, ગંભીર, ધીરજવાળા, ઉપદેશ આપવામાં તત્પર, સંગ્રહશીલ, સૌમ્યમુખાકૃતિવાળા, અચંચળ, મિતભાષી, અભિગ્રહવાળા હોય.. વ્યવહારસૂત્ર ઈન્દ્રિયદમન = જરૂરી પ્રવૃત્તિ હોય પણ આસક્તિ નહિ. ઈન્દ્રિયગુતિ = બિનજરૂરી વિષયોમાં પ્રવૃત્તિનો અભાવ. મુનિ સંસારની કોઈ પણ ચીજના ખેંચાણથી રહિત હોય, સંગ્રહવૃત્તિથી પર હોય, જરૂરિયાતોને ઘટાડનાર હોય. જેટલી મનની ખણજ તોડીએ તેટલો આત્માના આનંદનો અનુભવ થાય. સંસારીને સંસારના કાર્યની કલ્પનામાં જેમ આનંદ હોય તેમ સાધુને મોક્ષસુખની ભાવનામાં આનંદ હોય. - શ્રીયક મુનિ સંગ્રહવૃત્તિ એ સંસારી માનસનું પ્રતીક છે. • મોતીસંગ્રાહક રત્નાકરસૂરિ - સાધુ માટે સાધ્વી જેવું કોઈ બંધન નથી. માન અને મતાગ્રહ મોક્ષમાર્ગે આગળ વધવામાં દીવાલરૂપ છે. . જમાલિ વ્યવહારથી વિરતિ એટલે અનાચારની અને પાપની વિરતિ. નિશ્ચયથી વિરતિ એટલે દોષનો ત્યાગ. વ્યવહાર ચારિત્રના પાલનથી નિશ્ચય ચારિત્ર પ્રગટે.
ર૪ર