________________
•
શ્રદ્ધા/સમજણને આચરણમાં મૂકીએ તો તે જીવન બની જાય. સુલસ
વિવેક જ્ઞાનનો અભાવ કે મંદતા પુદ્ગલની આસક્તિનું સૂચક
છે
બીજાના દુઃખને જોઈ જે ઓગળે અને બીજાના નિમિત્તે લેશ પણ સંકલેશ ન કરે તેનું હૈયું મૃદુ કહેવાય.
સમ્યગ્ જ્ઞાન મેળવવાની ત્રણ શરત છે. (૧) પ્રણામ, (૨) પરિપ્રશ્ન (૩) પરિસેવા. ભગવદ્ગીતા(૪/૩૪) સમજણ અને અનુભૂતિ વૈરાગ્ય તરફ લઈ જાય છે. વૈરાગ્ય ત્યાગના સત્ત્વ સુધી પહોંચાડે છે.
એ સત્ત્વથી મોક્ષમાર્ગે આગળ વધાય.
સાધુ ચાર હેતુ માટે ગોચરી ન વાપરે. (૧) લાવણ્ય, (૨) ભોજનનો રસ, (૩) ચામડી સ્નિગ્ધ રાખવા, (૪) શરીર પુષ્ટ કરવા.
શિષ્યએ તો શાસનની મૂડી છે, ગુરુની નહિ. પૃથ્વીની જેમ સાધુ પણ સહન કરવામાં ક્યારેય મર્યાદા નક્કી ન કરે.
આલોચના નિકાચિત કર્મોના પણ અનુબંધોને તોડી નાખે. . તરવૈયાને માટે સોનાનો ભાર પણ અવરોધક છે. સંયમીને જીવનજરૂરીયાતની વસ્તુનું પણ આંશિક આકર્ષણ અવરોધક છે.
આપણને સ્વાધ્યાય-વૈયાવચ્ચ કે આચાર-વિચારોનો સંતોષ થયો. સદ્ગુણોથી આપણને સંતોષ થાય તેવું કેટલું છે ?
૨૪૩