________________
મોક્ષમાર્ગે આગળ વધવા નાની ભૂલની પણ મોટી સજાની તૈયારી રાખવી જોઈએ. - અંધકમુનિ પદાર્થને સાચવવાની મહેનત કરે તે સંસારી. પરિણામને સાચવવાની મહેનત કરે તે સાધુ. પરિણામ સુધારવા સાદી વસ્તુથી ચલાવવાની તૈયારી રાખવી. બીજા બધા બંધનની જાણકારી હોવાથી તે બંધનરૂપ લાગે. પણ વિજાતીયમાં બંધનની બુદ્ધિ ન હોવાથી તેનું જોખમ વધી જાય છે. જેને શ્રવણની જરા પણ ઈચ્છા નથી, તેને ઉપદેશ આપવો તે ગુનો છે. તેને ઉપદેશ આપનાર ગુરુ પણ ગુનેગાર છે. નિંદા એટલે પરાયા દોષની પોટલી આપણા માથે ઊંચકવી. નિંદા એટલે પારકા દોષની આમંત્રણ પત્રિકા. - ઉપદેશમાલા આપણી, ગુરુની, સમુદાયની આબરૂ વધે અને આપણા આચાર જોઈ ગૃહસ્થોને સંયમી ઉપર બહુમાન થાય એવું જીવન બનાવવું. સંવેગ અને સમર્પણભાવ સ્વાધીન છે. તેની ખોટ મોક્ષમાર્ગે અવરોધક છે. અને તેમાં પ્રામાણિક પુરુષાર્થ કરવાથી જ્ઞાન અને તપ વગેરે યોગની ખોટ પૂરાઈ જાય છે. પોતાના દોષને છૂપાવે તે માયાવી. બીજાના દોષને છુપાવે તે ગંભીર. બાહ્ય વાતોમાં ધ્યાન રાખનારા ગુરુ ગમે અને આંતરિક બાબતોમાં ધ્યાન રાખનારા ગુરુ ન ગમે તો સમજવાનું કે આ ભારેકર્મીપણાની નિશાની છે. આત્માની અનુભૂતિ માટે સંવેદનશીલ હૃદયથી ભાવના થવી . જોઈએ. તેવી ભાવના ન હોય તો શુભ સંસ્કાર જોઈએ.
૨૪૪