________________
સ્વસ્થ જીવનના બે પાયા (૧) મૌન, (૨) સંઘર્ષનો અભાવ. સ્વોપકારપૂર્વક આપણા પરિણામ ન બગડે તેમ વૈયાવચ્ચ કરવી. - ઉપદેશપદ વિદ્વત્તા, પ્રભાવકપણું, તપ-ત્યાગ-વૈયાવચ્ચ વગેરે ઊંચી કક્ષાના ન હોય તો ચાલે. પણ સંયમની મર્યાદામાં આંશિક પણ કચાશ ન ચાલે. જેને ભણાવવાનો ગુરુને ઉમળકો થાય અને ભણાવતાં નવી નવી ફૂરણા ગુરુને થાય તેવું શિષ્યત્વ' જોઈએ. - વજસ્વામીજી આર્યરક્ષિતજી ભગવાનની સાધના એટલે એકાંત + મૌન + કાઉસગ્ગ + ધ્યાન + સ્વાનુભૂતિ + સહિષ્ણુતા. ગુરુ શું કરે છે ? તે મહત્ત્વનું નથી. પણ, “ગુરુ શું કહે છે ? તે મહત્ત્વનું છે. બધા શાસ્ત્રો જાણવા છતાં “હું કંઈ જાણતો નથી” એવો હાર્દિક સ્વીકાર ગુરુ પાસે થાય ત્યારે ઉપાસના માર્ગમાં પ્રવેશ થાય. રાગની સામગ્રીમાં રાગ ઘટાડવો હોય તો તેમાં પરિવર્તન ન કરવા અને સામગ્રી સાદી રાખવી. - શિવભૂતિગુરુ મમતા = સીમિત જીવો પ્રત્યેની લાગણી. કરુણા = સર્વ જીવો પ્રત્યેની લાગણી. ગુરુ ભણાવે, હિતશિક્ષા આપે, વાત્સલ્ય આપે = પાંચ રૂપિયા. ગુરુનો ઠપકો, કડકાઈ = પાંચ લાખનો ચેક. શું જોઈએ છે ? - મૃગાવતીજી સત્વહીન વેદનામાં અટવાય. . અરણિકમુનિ જ્યારે સત્ત્વશાળી સંવેદનામાં હાલે. • અવંતિસુકમાલ
| ૨૨૯