________________
શું દીક્ષામાં પણ અર્થપુરુષાર્થ-કાલપુરુષાર્થ ?
સંયમજીવનમાં ધર્મપુરુષાર્થ ગૌણરૂપે અને મોક્ષપુરુષાર્થ પ્રધાનરૂપે વણાયેલ હોય. ન્યાયસંપન્નતા અને દાન દ્વારા નિયંત્રિત કરવામાં આવે તો જ અર્થપુરુષાર્થ ગૃહસ્થ માટે મારક ન બને. તથા મર્યાદાપાલનનો સ્વૈચ્છિક અંકુશ રાખવામાં આવે તો જ કામપુરુષાર્થ ગૃહસ્થને દુર્ગતિદાયક ન બની શકે. પરંતુ સંયમજીવનમાં તો અર્થપુરુષાર્થ અને કામપુરુષાર્થ મારક જ બને. સંયમજીવનમાં અર્થકામપુરુષાર્થ સાંભળીને આંચકો લાગે તેવું છે. પરંતુ સંયમજીવનમાં પણ સાવધાની રાખવામાં ના આવે તો તે બન્નેને પ્રવેશ મળતાં વાર ન લાગે.
ઉપકરણની સંગ્રહવૃત્તિ, પોતાના પ્રોજેક્ટ-પ્લાન-પત્રિકા-પેમ્પલેટપોસ્ટર-પુસ્તક વગેરે માટે ગૃહસ્થો પાસેથી આર્થિક સહયોગ મેળવવાની તાલાવેલી... વગેરે સંયમજીવનમાં અર્થપુરુષાર્થના લક્ષણ છે. તથા પાંચેય ઈન્દ્રિયોની ખણજ પોષવાની વૃત્તિ-પ્રવૃત્તિ એ સંયમજીવનમાં કામપુરુષાર્થનું લક્ષણ છે. પોતાના પુણ્યોદય ઉપર જેને ભરોસો ન હોય તે અર્થપુરુષાર્થમાં ઝૂકાવે. પુણ્યોદયનું પ્રબળ આકર્ષણ હોય તે કામપુરુષાર્થમાં ઝૂકાવે.
ગૃહસ્થો તો અર્થ-કામપુરુષાર્થનું લૌકિક ફળ ભોગવીને પાપ બાંધે છે. જ્યારે સંયમી તો ઉપરોક્ત પ્રવૃત્તિ કરીને અર્થ-કામપુરુષાર્થનું લૌકિક ફળ ભોગવ્યા વિના જ પાપ બાંધે છે. વગર ખાધાનું આ અજીર્ણ છે. તેથી પોતાના હસ્તક સંસ્થા વગેરે ઊભા કરવાની બાબતમાં કે પુસ્તકો છપાવવા, શિબિરમાં જમણવાર માટે, મહોત્સવોમોંઘી પત્રિકાઓ, મૂલ્યવાન ફોટા પડાવવા, સંઘમાળ-ઉપધાનમાળ વગેરે પરોપકારના કાર્યો માટે પણ પોતાના હસ્તક ટ્રસ્ટો વગેરે ઊભા કરવાની બાબતમાં કે તે માટે પૈસા ભેગા કરવાની માથાકૂટમાં પ્રાયઃ સાધુએ આ કાળમાં તો ખાસ પડવા જેવું જ નથી. કેમ
-- ૨૯ -