________________
કે સંઘ પાસે ઉપરોક્ત કાર્યો માટે જેમ જેમ સાધુને આર્થિક અપેક્ષા વધતી જાય તેમ તેમ સાધુની કિંમત સંઘમાં ઘટતી જાય છે. તથા સાધુને તેવું શોભે પણ નહિ.
એક બાજુ સંયમજીવનની મર્યાદા તોડીને અર્થ-કામપુરુષાર્થના ઉપરોક્ત વ્યવહાર કરવા દ્વારા આપણે લોકોનો સાધુ પ્રત્યેનો અહોભાવ કચડી તેઓને બોધિદુર્લભ બનાવીએ તથા બીજી બાજુ શ્રીસંઘમાં આરાધના અને શાસનપ્રભાવના કરાવીને બોધિબીજને વાવવાનું, નવપલ્લવિત કરવાનું કાર્ય કરીએ. તે બે વચ્ચે તાલમેળ કઈ રીતે મળે ? સંયમનો વિનાશ કરીને સાધુ તીર્થનો વિકાસનવનિર્માણ કરે તે તારક તીર્થંકર પરમાત્માઓને કઈ રીતે માન્ય હોઈ શકે ?
સંયમજીવનની મર્યાદા પળાય તે રીતે પોતાના પુણ્યને ધ્યાનમાં રાખીને જ સંઘમાં આરાધના કે શાસનપ્રભાવનાના કાર્યો કરાવીએ તે આપણા માટે આત્મકલ્યાણકારી બની શકે. બાકી તો “લાંબા જોડે ટૂંકો જાય, મરે નહિ તો માંદો થાય' આવી હાલત સર્જાય.
સંઘમાં આરાધનાના રેકોર્ડ સર્જવા (પત્રિકા છપાવવી, સંગીતકારવિધિક બોલાવવા, બેન્ડવાળા નક્કી કરવા વગેરે બાબતમાં) આપણે જેમ જેમ સક્રિય બનીએ તેમ તેમ ગૃહસ્થો વધુ ને વધુ નિષ્ક્રિય બનતા જાય છે. પછી અંતે તમામ જવાબદારી પ્રાયઃ સાધુના ગળે વળગે છે અને દીક્ષાના પ્રથમ દિવસના કે મુમુક્ષુપણાના દિવસોના સઘળા અરમાનો અકાળે મૂરઝાઈને ખરી પડે છે.
આવી દયનીય હાલત ના સર્જાય તેની આત્માર્થી સંયમીએ ખૂબ કાળજી લેવા જેવી છે. બીજાની નિંદા કે ચર્ચા કર્યા વિના પોતાનું જીવન સારું ઘડાય એ રીતે સાવધાની રાખવાનો આશય આની પાછળ રહેલો છે. સુશેષ કિં બહુના ?
ન ૩૩૦
–