________________
. આ જળ વાત છે.
ગજસુકુમાલ મુનિના દૃષ્ટાંત ઉપરથી એક બોધપાઠ એવો મળે છે કે સહન કરવાની જેણે કોઈ તાલિમ લીધી નથી અને સહન કરવું જેના સ્વભાવમાં જ નથી તેવા ક્ષત્રિયકુલમાં ઉત્પન્ન થયેલ યુવાન રાજકુમાર દીક્ષા લઈને અધમ માણસનું પણ પ્રસન્નતાપૂર્વક સહન કરીને ઉત્કૃષ્ટ કર્મનિર્જરા કરે છે; તો સહન કરવાની જેને આદત પડી છે તેવા વણિકકુલના નબીરા દીક્ષા લઈને ગુરુનું પણ સહન ન કરે તો તે કેમ ચાલે ? ગુરુના ઠપકા વગેરે સહન ન કરવાથી દીક્ષિત વ્યક્તિ ચીકણામાં ચીકણા કર્મ બાંધે છે.
“ગુરુ કે ગુરુભાઈઓથી મળતા આક્રોશ-ઠપકા-અપમાનના કડવા ઘૂંટડાને સ્વસ્થતાથી પીએ તેનો મોક્ષ બહુ ઝડપથી થાયએમ ચંડરુદ્રાચાર્યના શિષ્ય આપણને જણાવે છે. પાપનો ભય, દુર્ગતિનો ભય, જન્મ-મરણનો ભય જેને હોય તે જ ગુરુનું કે બીજા કોઈનું સહન કરી શકે. જે અભિમાની હોય કે કૃતઘ્ન હોય તે ઉપકારીનું પણ સહન ના કરી શકે. સહન કરવું તે સંયમીનો મુદ્રાલેખ છે. આ વાત સંકુચિતવૃત્તિવાળાને કદી ના સમજાય.
એક વાત તો બરાબર સમજી લેવાની જરૂર છે કે આપણે સ્વયં મોક્ષમાર્ગે ચાલવા અસમર્થ છીએ, અજાણ છીએ. અનુભવના સ્તરે આપણને મોક્ષમાર્ગનો આસ્વાદ માણવા મળે, તે ભૂમિકાએ પહોંચવાની આપણામાં પાત્રતા ખીલે, ત્યાં સુધી પહોંચવા માટે વચ્ચે નડતા દોષો દૂર થાય, તેવું વાતાવરણ મળે તે માટે સુયોગ્ય ગુરુને સ્વીકારવાના છે. આપણી તેવી પાત્રતા ખીલ-ખુલે તે રીતે ગુરુના સંગ-સાંન્નિધ્ય-શરણાગતિમાં આપણે રહેવાનું છે. આ માટે ગુરુદેવ મને જે પણ વાત કરે છે તે સર્વજ્ઞ ભગવાન વતી જણાવી રહ્યા છે' - આવો હાર્દિક પરિણામ ઊભો કરવો અનિવાર્ય છે. કારણ કે જે ગુરુનું વચન પ્રમાણ કરે છે તે સંયમમાં ટકી શકે છે.
૩૩૧