________________
છે. બાહ્ય દૃષ્ટિથી સંયમસાધના શુષ્ક અને કષ્ટદાયી લાગવા છતાં સાધ્યની રુચિ જેટલી તીવ્ર હોય તેમ સાધનામાં આનંદની અનુભૂતિ વધતી જાય. આ રીતે સંયમસાધના દીર્ઘજીવી અને બળવાન બનતી જાય.
તેથી સફળ સંયમ સાધના એટલે (૧) ઉપસર્ગ-પરિષહ સ્વરૂપ રેતીના કોળીયા ચાવવા છતાં તેમાં મીઠાશની અનુભૂતિ કરવી. (૨) બકુશ-કુશીલ-ચારિત્ર સ્વરૂપ મીણના દાંતથી લોખંડના ચણા (કષ્ટમય આચાર) ચાવવા ( પાળવા) છતાં દાંતને (= સંયમપરિણામને) ભાંગવા ન દેવા. (૩) કાંટાળા રસ્તે ખુલ્લા પગે ચાલવા છતાં પગને (= મનને) લોહીલુહાણ થવા ન દેવા, (૪) કાળી ચીકણી ભીની માટીથી (=અગવડતાથી) ભરેલા ઢાળવાળા રસ્તે ઝડપથી ચઢવા છતાં માર્ગથી (=નિર્દોષ સંયમચર્યાથી) લપસી ન પડવું. સંયમની પ્રવૃત્તિ વખતે પરિણામ તરફ, ફળ તરફ દૃષ્ટિ હોય તો જ આ ચાર ઉપમા આપણા માટે શક્ય બને, સરળ બને, સહજ બને. પછી તમામ આરાધનામાં આત્મસાક્ષી અને આત્મનિરીક્ષણ અવશ્ય આવે.
(લખી રાખો ડાયરીમાં...)
સમજણશીલને વિષ્ટામાં પવિત્રતાની બુદ્ધિ થતી નથી. ચારિત્રશીલને વિજાતીયમાં સુખની બુદ્ધિ થતી નથી.
કડવા વચન સાંભળવા છતાં જે બહારથી ભડકે નહિ, મનમાં ખળભળે નહિ, કાનમાં સળવળે નહિ, જીભમાં સળગે નહિ તે સાધુ બાકી વેશધારી.
૩૨૮