________________
બને અને આપણે સહજ સમાધિના ભોક્તા બનીએ. આ રીતે જીવીએ તો મોક્ષ દૂર નથી.
શારીરિક પ્રતિકૂળતાને સહન કરવા ‘શરીર એ ભયંકર શત્રુ છે' એમ મનમાં ઠસાવીને પ્રસન્નતાપૂર્વક સત્ત્વ ફોરવીને સહન કરવાની ટેવ પાડે તેનું શરીર ધર્મસાધન બને. બાકી શરીર ધર્મસાધન છે' એમ માની શરીરને પંપાળે રાખે તેનું શરીર કેવળ પાપકર્મનું જ સાધન બની રહે. આવી વિવેકદૃષ્ટિનો અભાવ, ઉત્સાહની ખામી અને સત્ત્વની કચાશ- આ ત્રણ કારણને લીધે સંયમના કષ્ટને મજેથી વેઠવા જીવ તૈયાર થતો નથી.
સાધના દ્વારા મળતા ફળનો-આત્મકલ્યાણનો પ્રેમ હોવા છતાં સાધનામાં આવતા વિઘ્ન, કષ્ટ, પ્રતિકૂળતાથી જે ડરે તેની સાધનાનું આયુષ્ય બહુ ઓછું હોય. સંપૂર્ણ શક્તિ ફોરવીને સહન કરીએ તથા શક્તિને છૂપાવ્યા વિના, ઘાલમેલ કર્યા વગર આરાધના આધ્યાત્મિક કલ્યાણ માટે કરીએ તે સાચી ભાવ આરાધના. આરાધનાની કે સહન કરવાની શક્તિને છૂપાવવી તે સંયમજીવનની માયા છે. “જે શક્તિનો ઉપયોગ ન કરીએ તે શક્તિ છરીની જેમ કટાઈ જાય.' આવું જાણ્યા પછી ય સહનશક્તિને અને આરાધનાશક્તિને છૂપાવીએ તો ‘આપણી તે તે શક્તિઓ નાશ પામે' એવું આપણે ઇચ્છીએ છીએ- એમ ફલિત થાય છે.
સાધ્યરુચિને બળવાન બનાવીને સહનશીલતા વધારીએ તો જ સંયમ સારું પળાય, તો શુદ્ધિ મળે, સમ્યગ્નાન વધુ નિર્મળ બને. બાકી સંયમજીવન કંટાળાદાયક લાગે. આનો મતલબ એ થયો કે પોતાની પાંચ ઈન્દ્રિય, શરીર, મન- આ સાત તથા બીજાના દોષ અને પુણ્યોદય - આમ કુલ નવ ચીજને સહન કરવાની હાર્દિક તૈયારી હોય તે જ ભાવસાધુ બની શકે.
માટે જ સંયમસાધના રેતીના કોળીયા ચાવવા, મીણના દાંતથી લોખંડના ચણા ચાવવા, કાંટાળા રસ્તે ચાલવા વગેરે સ્વરૂપે પ્રસિદ્ધ
૩૨૭