________________
જણાવેલ છે કે તાનેવાર્થાન્ દ્વિષતઃ સાનેવા/ત્પ્રનીયમાનસ્યો નિશ્ચયતોઽસ્યાનિમિષ્ટ વા વિદ્યતે વિશ્વિત્ ॥ મતલબ કે મનની પસંદગી કયારેય ભરોસાપાત્ર નથી.
આ હકીકત ખ્યાલમાં હોય તો માનસિક પ્રતિકૂળ ચીજને અનુકૂળ ચીજ રૂપે જોવાનો સક્રિય અને પ્રામાણિક પ્રયત્ન થાય. શરીર જેમ મારું નથી તેમ મન પણ મારું નથી.'- એમ હૃદયથી સ્વીકારીને મનનું દમન કરવામાં આવે તો આત્મકલ્યાણ દૂર નથી. મનની વિચિત્રતા, કર્મની વિચિત્રતા અને સંસારની વિચિત્રતાને તત્ત્વદષ્ટિથી ઓળખે તે કોઈ પણ પ્રસંગને આત્મકલ્યાણકારી બનાવી શકે. પછી નાના સંયમીનું સહન કરવાનું પણ સહજ બની જાય. મનના સ્તરે મુખ્યતયા બે ચીજ સહન કરવાની આવે. (૧) પરગુણપ્રશંસા અને (૨) પોતાને મળતો ઠપકો. પરપ્રશંસાને સહન કરવા ગુણાનુરાગ કેળવવો. ઠપકો સહન કરવા માટે ભૂલ સ્વીકાર અને બચાવવૃત્તિત્યાગ આ બે કેળવવાની જરૂર છે.
સરળ, સમર્પિત, નિસ્પૃહ અને નમ્ર વ્યક્તિને પ્રાયઃ મનના સ્તરે કશું સહન કરવાનું આવતું નથી. કારણ કે ઊંધું અર્થઘટન કરવાની દુર્બુદ્ધિ, ઉદ્ધતાઈ, સ્વચ્છંદતા, સ્પૃહા, તૃષ્ણા, માનાકાંક્ષામાંથી જ મનના સ્તરે પ્રતિકૂળતા ઊભી થાય છે. આ બાબત ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે.
તથા આપણું નજીકનું ભવિષ્ય ભલે કદાચ કર્મસત્તાના હાથમાં હોય પણ આપણું દૂરનું દીર્ઘકાલીન-સર્વકાલીન ભવિષ્ય તો આપણા જ હાથમાં છે આ વાસ્તવિકતા જો હૃદયથી સમજાય, સ્વીકારાય તો કોઈ પણ પરિસ્થિતિમાં મન બગડી ન શકે. આપણો વર્તમાનકાળ એ આપણા જ ભૂતકાળનું પ્રતિબિંબ છે અને આપણા વર્તમાન પરિણામ એ આપણા ભવિષ્યનું બીજ છે આ સત્ય સતત નજર સામે રાખે તેની સહનશક્તિ આપોઆપ વધી જાય છે. પછી ક્ષુદ્રતા, તુચ્છતા, અધીરાઈ, અકળામણ, આવેગ, આવેશ વગેરે દોષો પણ નામશેષ
-
૩૨૬