________________
તો સંસાની ચારેય ઉપના આત્મસાત્ થાય –
મોક્ષદાયક સંયમજીવનમાં શારીરિક પ્રતિકૂળતા અને માનસિક પ્રતિકૂળતાને જે મજેથી વેઠી શકે તેની જ પ્રસન્નતા પ્રતિદિન વધતી જાય. આ ત્રિકાલ અબાધિત સત્ય હકીકત છે. શારીરિક પ્રતિકૂળતામાં પ્રસન્નતા ટકાવી રાખવા ૩ વિચારને સદા જીવંત બનાવવાની જરૂર છે. (૧) “શરીર અને આત્મા અલગ છે.” (૨) “શરીરની મમતા આત્મવૈરિણી છે.” (૩) “શારીરિક દુખ અનિત્ય છે, આત્મશુદ્ધિદાયક છે.” આ ત્રણ વિચારને આત્મસાત કરવાથી જ ગજસુકુમાલ મુનિ, મેતારજમુનિ, દઢપ્રહારી મુનિ, અર્જુનમાળી મુનિ વગેરે ઝડપથી મોશે પહોંચી ગયા. આનાથી સિદ્ધ થાય છે કે પ્રસન્નતાથી, સામે ચાલીને ખુમારીપૂર્વક સમજણગર્ભિત રીતે દેહાધ્યાસને તોડવાની તીવ્ર તાલાવેલી એ મોક્ષે જવાનો SHORT CUT છે. શરીરની મમતાને પુરુષાર્થ-પ્રયત્ન દ્વારા તોડવાનો સક્રિય સંકલ્પ કરીએ તો એ જરૂર ઘસાય છે.
માનસિક પ્રતિકૂળતાને સહન કરવા માટે ચાર વિચારણાને દઢ કરવી જરૂરી છે. (૧) કોઈ પણ ચીજ મનને વાસ્તવમાં અનુકૂળ કે પ્રતિકૂળ નથી. (૨) આજે પ્રતિકૂળ લાગતી ચીજ આવતી કાલે અનુકૂળ લાગી
શકે છે. (૩) આજે અનુકૂળ લાગતી ચીજ કાલે પ્રતિકૂળ લાગી શકે છે. (૪) મનની તમામ પસંદગી પરિવર્તનશીલ છે. - ઉનાળામાં પ્રતિકૂળ લાગતો તડકો શિયાળામાં અનુકૂળ લાગે છે. શિયાળામાં પ્રતિકૂળ લાગતી ઠંડક ઉનાળામાં અનુકૂળ ભાસે છે. આજે જે મીઠાઈ ખૂબ ભાવે તે જ મીઠાઈ રોજ ખાવાની આવે તો પ્રતિકૂળ લાગે છે. આમ મનના ગમા-અણગમા પરિવર્તનશીલ છે. માટે પ્રશમરતિ ગ્રન્થમાં શ્રીઉમાસ્વાતિજી મહારાજે
૩૨૫