________________
બીજાને સ્પષ્ટપણે વિસ્તારથી ઉપદેશ આપે છે ખરા પણ ભારે કર્મીપણાથી ઉપદેશેલ કર્તવ્યને સ્વયં આચરતા નથી. (૪૭૧) માસાહસપંખીનું દષ્ટાન્ત આ પ્રમાણે છે - ખાઈ, પી મોટું ફોડીને સૂતેલા વાઘના મોઢામાં રહેલ પંખી વાઘના દાંતના આંતરાઓમાંથી માંસના કણિયાઓને ખેંચીને ખાય છે તથા “મા સાહસ' (અર્થાત “સાહસ ન કરો) એમ બોલે છે. છતાં પોતે બોલવા પ્રમાણે આચરતું નથી. (૪૭૨) મા-સાહસ પંખીની જેમ સૂત્ર-અર્થનો સુંદર અભ્યાસ કરીને વળી સોનાને કસોટી પત્થર ઉપર કસવાની જેમ સૂત્રના પરમાર્થને ખેંચીને પણ ભારે કર્મીપણાથી વર્તાવ એવી રીતે કરે છે કે બોલેલું બધું નટકથનની જેમ લઘુતા પામે છે. (૪૭૩) નાટકીયો (લેક્ટરર) વૈરાગ્યનાં વચનો બોલે એવી રીતે કે ઘણા લોકો વૈરાગ્ય પામી જાય. પરંતુ માછીમાર જેમ જાળ લઈને પાણીમાં ઉતરે છે તેમ શઠ વક્તા ધર્મકથારૂપી જાળથી ભોળા લોકોને આકર્ષી એમની પાસેથી આહાર-વસ્ત્ર-પાત્ર (પ્રોજેક્ટ-પ્રોગ્રામ-ફંકશન-ફેડરેશન વગેરે માટેના પૈસા પણ) મેળવે છે. (૪૭૪).
યોગસાર ગ્રન્થમાં પણ જણાવેલ છે કે -
स्वाधीनं स्वं परित्यज्य विषमं दोषमन्दिरम् । अस्वाधीनं परं મૂહ ! સમીવતું વિમા પ્રદર શો અર્થાત્ “સ્વાધીન એવી પોતાની વિચિત્ર અને દોષના ઘર જેવી જાતને સુધારવાનું છોડીને દોષગ્રસ્ત બીજા જીવોને સુધારવાનો આગ્રહ હે મૂઢ જીવ ! તું શા માટે કરે છે ?
પરોપકાર માટે, પ્રવચનપ્રભાવના માટે ઉછળતા ઉલ્લાસને ધરાવનાર પ્રભાવકોએ ઉપરોક્ત શાસ્ત્રવચનોને ગંભીરતાથી વાગોળવા જેવા છે.
૩૨૪