________________
વગેરે દોષોને જડમૂળમાંથી એવી રીતે ઉખેડીને ૨વાના કરું કે મને જોવા માત્રથી જ લોકોનો ટી.વી. વિડીયો, ફેશન, વ્યસન વગેરે જોવાનો વળગાડ ૨વાના થાય. હું એવી આત્મરમણતા અને ઉપશમરસમાં ગળાડૂબ રહ્યું કે મને સ્પર્શીને જનાર પવનના સ્પર્શમાત્રથી જ લોકોના ટેન્શન દૂર થાય તથા ગર્ભપાત, કતલખાના ચલાવવાની કાતિલ વૃત્તિ દેશવટો લે.”- આ જ તાત્ત્વિક આધ્યાત્મિક પરોપકારવૃત્તિ તારક જિનેશ્વર ભગવંતને મુખ્યતયા માન્ય હોઈ શકે. આવી ભૂમિકાએ આરૂઢ થવાય તો જ ષોડશક ગ્રન્થમાં શ્રીહરિભદ્રસૂરિજી મહારાજે બતાવેલ વિનિયોગને કરવાની પાત્રતા પ્રગટે. ધર્મસિદ્ધિ વિના પારમાર્થિક વિનિયોગ કઈ રીતે સંભવે ?
વ્યાખ્યાન વગેરે દ્વારા સામેની વ્યક્તિ તરે એ જેટલું મહત્ત્વનું છે તે કરતાં આપણે ડૂબીએ નહિ તે વધુ મહત્ત્વનું છે - એ પણ ભૂલાવું ન જોઈએ. જાતસુધારણા માટે જે તૈયાર ના હોય તેને જગતસુધારણાનો અધિકાર કઈ રીતે મળે ? જીવન જીવવાની વફાદારી ન હોય તેની જીભની વફાદારીની કિંમત કેટલી હોઈ શકે ?
શ્રીધર્મદાસગણીએ રચેલ ઉપદેશમાલા ગ્રન્થના નિમ્નોક્ત શ્લોકોને વિચારવાથી ઉપરની તમામ બાબત એકદમ સત્ય અને નિર્દોષ સાબિત થાયછે.
साहंति य फुडविअडं मासाहस - सउणसरिसया जीवा । नय कम्मभारगरुयत्तणेण तं आयरंति तहा ॥ ४७१ ॥ वग्घमुहम्मि अहिगओ मंसं दंतंतराउ कड्ढे । मा साहसं ति जंपड़ करेड़ न य तं जहाभणियं ॥ ४७२ ॥ परिअट्टिऊण गंथत्थवित्थरं निहसिऊण परमत्थं । तं तह करेड़ जह तं न होइ सव्वं पि नडपढियं ॥ ४७३ ॥ पढइ नडो. वेरग्गं निव्विज्जिज्जा य बहुजणो जेण । पढिऊण तं तह सढो, जालेण जलं समोअर ॥४७४ ॥ અર્થાત્ ભારેકર્મી માનાકાંક્ષી જીવો ‘માસાહસ' પંખીની જેમ
૩૨૩