________________
નિર્માય તેના કરતાં પણ વધુ પ્રબળ આંદોલન શાસનની ઉપાસના દ્વારા સર્જાય. પ્રવચન, શિબિરના માધ્યમથી પરપ્રતિબોધ કરવા દ્વારા જે શાસનસેવા હું કરી શકું તેમ છું તેના કરતાં પણ બળવત્તર શાસનસેવા થાય તે રીતે મારી જાતને પ્રતિબોધ કરું. સામૂહિક તપશ્ચર્યા કરાવવા દ્વારા હું જે પ્રાપ્ત કરી શકું તેમ છું તે કરતાં પણ વધુ આધ્યાત્મિક લાભ મળે તે રીતે હાર્દિક તપસચિ કેળવી શક્તિ છૂપાવ્યા વિના તપ, ત્યાગ, તપસ્વીની જ્વલંત ભક્તિઉપબૃહણા વગેરેમાં પ્રવૃત્તિ કરું. દેવાલયમાં પ્રતિષ્ઠા દ્વારા જે ઋણમુક્તિ હું અદા કરવા માગું છું તેના કરતાં પણ વધુ દેદીપ્યમાન ઋણમુક્તિ થાય તેવી રીતે મારા દેહાલયમાં, આત્માલયમાં હું પ્રભુને, પ્રભુવચનને પ્રતિષ્ઠિત કરું.” આવી ભાવનામાં નુકસાન લેશ પણ નથી. લાભ તો અપરંપાર છે. એના દ્વારા ઉત્કૃષ્ટ આધ્યાત્મિક વિકાસ સંપન્ન થાય છે.
બીજાને દીક્ષા આપવામાં પણ સ્વાર્થવૃત્તિ, સ્પૃહા, સ્પર્ધા, સન્માનઝંખના, સુખશીલતા વગેરેની પુષ્ટિ કેન્દ્રસ્થાને ગોઠવાયેલ છે કે માત્ર મુમુક્ષ પ્રત્યેની કરુણાર્ક ચિત્તવૃત્તિ અને શાસનની ઋણમુક્તિ ? તે બાબતમાં પણ વર્તમાનકાળમાં તો વિશેષ રીતે ઊંડાણથી પ્રામાણિકપણે પ્રત્યેક આત્માર્થી સંયમીએ મંથન કરીને પછી જ દીક્ષા આપવાની ઉદારતા કરવા જેવી છે.
આત્મરમણતા મેળવવા દ્વારા હું બ્રહ્મચર્યનું વિશુદ્ધ પાલન કરીને એવું સૂક્ષ્મબળ ઊભું કરું કે જે હજારોને આજીવન ચોથું વ્રત ઉચ્ચરાવવા દ્વારા ઉત્પન્ન થનાર સૂક્ષ્મ બળને પણ ટક્કર મારે.” આવી તમન્નામાં આપણે જાતે જ ભોગ આપવાની અને કર્તવ્યપાલનની વાત કેન્દ્રસ્થાને ઝળહળી રહેલ છે. તેના લીધે નિષ્ક્રિયતા, નિર્વીર્યતા, આત્મવંચના વગેરે અવગુણો રવાના થાય છે.
મારા પ્રત્યેક આત્મપ્રદેશમાંથી દેહાધ્યાસ, પુગલરમણતા, બહિર્મુખતા, ક્રૂરતા, ભવાભિનંદીતા, આહાર સંજ્ઞા, શાતાગારવ
૩૨૨