________________
આવી દશામાં ફસાતો નથી ને ? અનંતા જીવોને મોક્ષમાં મોકલવા છતાં સંસારમાં જ કાયમ રખડપટ્ટી કરનાર અભવ્ય જેવી હાલતમાં મૂકાતો નથી ને ? “ઘરના છોકરા ઘંટી ચાટે ને ઉપાધ્યાયને આટો” આ રીતે આશ્રિતનું ઘડતર કરવાની ઉપેક્ષા કરીને ભગતોની ભૂતાવળમાં સંયમ વેંચાઈ જતું તો નથી ને ? આવી અનેકવિધ જાગૃતિ હોય તો જ આરંભ-સમારંભના સંસારમાંથી ગુરુએ છોડાવ્યા બાદ માન-સન્માનના સંસારમાં પોતાની જાતે ફસાઈ ન જવાય. બાકી તો “આંધળી દળે ને કુતરું ચાટે તેવી કફોડી હાલતનો જ શિકાર બનવું પડે. પરોપકારની હાટડી ખોલીને વિરાધભાવને જ તગડા કરવાની કરુણ દશામાં સાચો સંયમી કઈ રીતે મૂકાય? બીજાને અવનવું જણાવવા માટે રોજ નવું-નવું જાણવાની, વાંચવાની તાલાવેલી રાખવા કરતાં જે જાણેલું છે તેને જીવનમાં પ્રામાણિકપણે ઉતારવાની તૈયારી શું વધુ લાભકારી નથી લાગતી ?
વાસ્તવમાં તો સંયમીએ સ્વોપકારને જ એટલો પ્રકૃષ્ટ કક્ષાએ પહોંચાડવો જોઈએ કે તેમાંથી પ્રગટતી શુદ્ધિ-પવિત્રતા-પુણ્યસમૃદ્ધિ દ્વારા અનાયાસે જ આધ્યાત્મિક પરોપકાર થતો રહે. પ્રધાનતયા ભાવના આત્મકલ્યાણની જ સેવવા જેવી છે. ગુલાબ બીજાને સુવાસ આપવા ખીલતું નથી. પોતાની મસ્તીમાં સહજ રીતે તે ખીલી જાય છે અને સુવાસ ફ્લાઈ જાય છે. સુરજ દુનિયાને પ્રકાશ આપવા ઉગતો નથી. પોતાના સ્વરૂપમાં ખીલવા-ઠરવા સ્વાભાવિક રીતે સમય આવે તે ઊગી જાય છે અને જગતને રોશની, ઉષ્મા આપી જાય છે. તેમ કર્તુત્વભાવને છોડી આપણે આપણી ગુણરમણતા-આત્મરમણતા માણવામાં મસ્ત બનીએ અને તેનાથી નિષ્પન્ન શુદ્ધિના આંદોલનથી પરોપકાર થઈ જાય, કરવો ન પડે. એમાં વિરાધક બનવાની શક્યતા પણ પ્રાયઃ ખતમ થાય છે.
જેમ કે “હું શાસનની, શાસનપતિની એવી ઉત્કૃષ્ટ ઉપાસના કરું કે શાસનપ્રભાવના દ્વારા જે પવિત્ર આંદોલનો મારા દ્વારા
૩ર૧