________________
આવો, પાત્તતાને ઓળખીએ
પ્રમાદની નિશાની છે તુચ્છ સુખમાં “હાશ', દુઃખમાં “ત્રાસ'. અપ્રમત્તતાની નિશાની છે સગુણમાં “હાશ', દોષમાં “ત્રાસ”. કારણ કે માત્ર પ્રવૃત્તિ કરવી તે અપ્રમત્તતાની નિશાની નથી. બાકી તો કીડી, કડીયા, મજૂર, નોકરીયાત વર્ગનો સમાવેશ અપ્રમત્તમાં થઈ જાય. ધર્મપ્રવૃત્તિ કરવી તે પણ અપ્રમત્તાનું પ્રતીક નથી. બાકી અભવ્ય મુનિ, વિનયરન વગેરેની તેમાં ગણના કરવી પડે. પરંતુ (અ) મારી ઉજળી છાપ રાખવાની વૃત્તિ સ્વરૂપ દોષ કે (બ) પ્રસિદ્ધિ-પ્રશંસા મેળવવાની રુચિ સ્વરૂપ દોષ કે (ક) પારલૌકિક ભૌતિક સુખ પ્રાપ્ત કરવાના લક્ષ્ય સ્વરૂપ દોષ અથવા (ડ) પરનિંદા સ્વરૂપ દોષ પુષ્ટ ન થઈ જાય તેવી સાવધાની રાખવા સાથે (૧) કેવળ આત્મગુણોની ખીલવટ, (૨) નિરુપાધિક આત્મસ્વરૂપની અનુભૂતિ, (૩) નિર્ભેળ પારદર્શક જ્ઞાનના આનંદની પરાકાષ્ઠા, (૪) નિર્દભ આત્મરમણતા, (૫) નિરવદ્ય સઘન આત્મતૃપ્તિ, (૬) જ્ઞાનગર્ભિત સ્વસ્થતા, (૭) સ્થાયી પરમ નિર્વિકાર દશાની ખીલવણી કરવાના પવિત્ર આશયથી જિનોક્ત સંયમઆરાધનામાં શક્તિ છૂપાવ્યા વિના વિધિ-યતનાપૂર્વક ગળાડૂબ રહેવું તે જ સાચી અપ્રમત્તતા છે. આવી અપ્રમત્તતાને પચાવી ચૂકેલા આરાધકોને અનંતશઃ વંદના.
આવા સંયમીઓને સુખ મળવા છતાં સાથે દોષ વળગે તો “ત્રાસ' થાય તથા દુઃખ મળવા છતાં સાથે સદ્ગણ મળે તે “હાશ થાય છે. ગજસુકુમાલ મહામુનિ, અંધક મુનિ, ઝાંઝરીયા મુનિ વગેરે આના ઉદાહરણ તરીકે લઈ શકાય. ગુણ અપાવે તેવી સપ્રવૃત્તિ આપણે ઘણી કરી છતાં દોષનાશ થયો નથી. એ જણાવે છે કે દોષપક્ષપાત હજુ ખતમ થયો નથી. દોષ પ્રત્યે અણગમો ઊભો થાય તો જ સતપ્રવૃત્તિના માધ્યમથી દોષક્ષય થાય. શ્રીહરિભદ્રસૂરિજી મહારાજ
૩૬૪