________________
આવશ્યકનિર્યુકિતની વ્યાખ્યામાં એમ જણાવે છે કે “જીવે અનાદિકાળમાં સપ્રવૃત્તિ અનંતવાર કરી છે, પરંતુ અસવૃત્તિ ઓછી ન કરી. તેથી જીવનો મોક્ષ થયો નથી.”
વ્યવહારથી સંયમજીવનમાં પ્રવેશ થયા પછી જીવને સપ્રવૃત્તિ જેટલી ગમે છે તેના જેટલી અસવૃત્તિ પ્રત્યે અરુચિ ઉભી થઈ જાય તો મોક્ષ દૂર નથી. સપ્રવૃત્તિ એ અલ્પવિરામ છે, અસવૃત્તિની નિવૃત્તિ એ પૂર્ણવિરામ છે. સપ્રવૃત્તિ પરાધીન છે, સંયોગાધીન છે, અલ્પકાલીન છે. અસવૃત્તિની નિવૃત્તિ સ્વાધીન છે, સ્થાયી છે. ગાથા ગોખવા માટે પુસ્તક વગેરે જોઈએ. નિંદારસને છોડવા માટે બાહ્ય કોઈ સાધનની જરૂર નથી. તે માટે ફક્ત આંતરિક પરિપકવ સમજણની જરૂર છે.
સંયમીના જીવનમાં સ્વાધ્યાય, તપ-ત્યાગ, વિહાર વગેરે સપ્રવૃત્તિ તો સ્વાભાવિક રીતે હોય જ. પરંતુ સંયમીનું લક્ષ્ય તો અસવૃત્તિને, દોષરુચિને પૂર્ણતયા ખલાસ કરવાનું જ હોય. સતપ્રવૃત્તિમાં સંતોષ રાખે તેનો આત્મવિકાસ અટકી પડે. દોષરુચિ ઘસાય તો સપ્રવૃત્તિ સહેજે આવી જાય. નિંદારુચિ જાય એટલે સ્વાધ્યાય આવે, આહાર સંજ્ઞા ઘસાય એટલે તપ-ત્યાગ જીવનમાં પ્રતિષ્ઠિત થાય, પાપભીરુતા આવે એટલે વિરાધનાઓ રવાના થાય, બહિર્મુખતા જાય એટલે જપ-મૌન-સ્થિરાસન વગેરે આરાધના આવે.
પરંતુ “સતપ્રવૃત્તિ આવે એટલે અસવૃત્તિ જાય એવો કોઈ નિયમ નથી. સ્વાધ્યાય કરે એટલે નિંદારુચિ રવાના થાય એવો નિયમ નથી. તપ કરે એટલે આહારલોલુપતા જાય તેવું નક્કી નહિ. માટે પ્રવૃત્તિના પરિમાર્જનનું મુખ્ય લક્ષ્ય રાખવાના બદલે વૃત્તિના પરિમાર્જનનું લક્ષ્ય સંયમજીવનની સફળતાનું મહત્ત્વનું પાસુ છે. જે યોગની આરાધના જે આશયથી તારક તીર્થંકર ભગવંતે કરવાની બતાવી છે, તે જ પવિત્ર આશયથી તે તે તારક યોગોને આરાધવામાં
૩૬૫