________________
આવે તો જ ચિત્તવૃત્તિનું પરિમાર્જન-સંમાર્જન-સંશોધન થાય. અને અપ્રમત્તતા પ્રગટ થતી જાય.
(૧) ઉપકારી પ્રત્યે બિનશરતી કૃતજ્ઞભાવ, (૨) સહવર્તી સંયમી પ્રત્યે નિઃસ્વાર્થ સહાયકભાવ, (૩) ગુણવાન પ્રત્યે નિર્દભ ભક્તિભાવ, (૪) તારક યોગો પ્રત્યે અહોભાવ અને (૫) દોષોની હાર્દિક આલોચનાઆ પાંચ પરિબળ આરાધનામાં જોડીએ તો અપ્રમત્તતાની નજીક પહોંચવાની ભૂમિકા મજબૂત બનતી જાય. બાકી કેવળ ગતાનુગતિક વૃત્તિથી, લાજશરમથી, લોકસંજ્ઞાથી, વ્યવહારથી, ઈન્દ્રિય અને કાયાથી આરાધનાને પકડીએ તો ઉપરની ભૂમિકાએ પહોંચવું ખૂબ અઘરું છે.
જે આરાધનામાં મન મરી જાય, ઉત્સાહ તૂટી જાય અને કેવળ કાયા જ દોડધામ કરે તે આરાધના હાડપિંજર જેવી બની જતાં વાર ન લાગે. માટે વાચના-પૃચ્છના-પરાવર્તના સ્વાધ્યાયમાંથી કે ઊંઘ-ગોચરી-પાણી વગેરેમાંથી થોડો સમય ફાળવીને ઉપરોક્ત બાબતનું રોજ ૧૦-૧૫ મિનિટ આત્મનિરીક્ષણ કરવાની ખૂબ જરૂર
(લખી રાખો ડાયરીમાં...) • ઉત્તમોત્તમ = વિષયનું ખેંચાણ થાય જ નહિ.
ઉત્તમ = વિષયસેવનની ઈચ્છાને કચડી નાંખે. મધ્યમ = મર્યાદામાં ઈચ્છા પૂર્ણ કરી ફરી ધર્મમાર્ગે વળે. અધમ = સર્વત્ર બેમર્યાદ વિષયતૃષ્ણાની પૂર્તિમાં જ રાચે. શક્તિ હોવા છતાં બીજાના જીવનમાં દેખાતા સદ્ગુણ, સદાચારને આત્મસાત્ કરવાનો ઉત્સાહ ન થાય તે અવિરતિનું સામ્રાજ્ય છે.
–૩૬૬
3၄ ၄