________________
..તો જ તયો તારક બને.
જિનશાસનમાં તપની આરાધના જ્ઞાન વગેરે બીજા યોગોને સાચવીને કરવા જણાવેલ છે. અજ્ઞાનીનો તપ મોટા ભાગે લાંઘણ બને. જિનશાસનમાં બતાવેલ તપની અનેક વિશેષતાઓ છે.
(૧) જ્ઞાનદષ્ટિ સહિત હોય, (૨) ઉત્સર્ગ-અપવાદનું સંતુલન જાળવીને હોય, (૩) આત્મવિશુદ્ધિના મુખ્ય ઉદ્દેશથી પ્રવર્તેલો હોય, (૪) અત્યંતર તપની પુષ્ટિ માટે હોય, (૫) આહારસંજ્ઞા કાપવા માટે હોય, (૬) જયણા અને દયાના પાલન સાથે હોય, (૭) બ્રહ્મચર્યની સુવાસથી યુક્ત હોય.
આ સાત બાબત વ્યવસ્થિત સચવાય તો આપણો તપ જૈનશાસનને માન્ય બને. આપણે જૈન શાસનમાં છીએ. તેમ આપણા તપત્યાગ વગેરે યોગો પણ જિનશાસનમાં પ્રવિષ્ટ હોય, માન્ય હોય તો જ તે યોગો આપણા માટે તારક બને.
જે તપમાં (૧) નિત્ય બપોરની ઊંઘ ઘૂસે, (૨) સ્વાધ્યાય ઘટે, (૩) રાત્રિ સ્વાધ્યાય બંધ પડે, (૪) સેવા લેવાની વૃત્તિ જાગે, (૫) આંખ વગેરે ઈન્દ્રિયની શક્તિ ક્ષીણ થાય, (૬) અતિભોજનથી હોજરી અત્યંત નબળી પડી જાય. (૭) કષાયના આવેશ વધે, (૮) અભક્ષ્ય દવા લેવી પડે, (૯) આરંભ-સમારંભ અવારનવાર કરાવવા પડે, (૧૦) સ્વપ્રશંસા-પ્રસિદ્ધિની ભૂખ વધે, (૧૧) અન્ય તપસ્વીની નિંદા-ઈષ્ય વધે, (૧૨) અતિ- અતિમાત્રામાં ઉત્તરપારણામાં-પારણામાં વિગઈનો બેફામ વપરાશ થાય તો તેવો તપ શ્રીજિનશાસનને માન્ય બની ન શકે.
શક્તિ હોય તો શાસ્ત્ર તપને કરવાનું કહે છે. પરંતુ તપ કરવા માટે આરંભ-સમારંભ કરાવીને, બ્રહ્મચર્ય દૂષિત થાય તે રીતે શંક્તિ
૩૭)